<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સાંજે મોકડ્રીલઃ અનેક વિસ્‍તારોમાં બ્‍લેકઆઉટ

કેન્‍દ્ર અને રાજય સરકારના આદેશ બાદ ‘ઓપરેશન શિલ્‍ડ' અંતર્ગત લોકોને માર્ગદર્શન અપાશે

 

પ્રથમ તસ્‍વીરમાં જુનાગઢ તથા બીજી અને ત્રીજી તસ્‍વીરમાં સુરેન્‍દ્રનગરમાં ‘ઓપરેશન શિલ્‍ડ' અંતર્ગત બેઠક મળી હતી. (તસ્‍વીર : મુકેશ વાઘેલા (જુનાગઢ) (પ-૧૭)

રાજકોટ તા. ૩૧ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે સાંજે મોકડ્રીલ તથા બ્‍લેકઆઉટનું કેન્‍દ્ર સરકાર અને રાજય સરકારના આદેશથી આયોજન કરવામાં આવ્‍યું છે.

જેમાં ‘ઓપરેશન શિલ્‍ડ' અંતર્ગત લોકોને માર્ગદર્શન આપવામાં આવશે.

સુરેન્‍દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : સુરેન્‍દ્રનગર જિલ્લામાં સરકારના ‘ઓપરેશન શિલ્‍ડ' અન્‍વયે સુરક્ષા અને સલામતી માટે સિવિલ ડિફેન્‍સના ભાગરૂપે આને ૩૧ મેના રોજ સુરેન્‍દ્રનગર શહેરી વિસ્‍તાર અને ધ્રાંગધ્રા શહેર ખાતે મોકડ્રીલ વિસ્‍તારમાં રાત્રે ૦૮-૦૦ થી ૦૮-૩૦ દરમિયાન ૩૦ મિનીટ બ્‍લેકઆઉટ- અંધારપટ કરવામાં આવશે. ઉપરાંત સરકારના નિર્દેશ અનુસાર બંને સ્‍થળો ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. ત્‍યારે બ્‍લેકઆઉટ-અંધારપટમાં સુરેન્‍દ્રનગર શહેરી અને ધ્રાંગધ્રાના નાગરિકોને સ્‍વયંભૂ જોડાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

આ મોકડ્રીલ અને બ્‍લેકઆઉટ એ સુરક્ષા માટે લેવામાં આવતા પગલાનો એક ભાગ છે, જેથી સુરેન્‍દ્રનગર જિલ્લાના નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. આવનારા સમયમાં કોઈ આપત્તિજનક પરિસ્‍થિતિનું નિર્માણ થાય તો તે પરિસ્‍થિતિનો સામનો કરવા આપણે સક્ષમ બનીએ અને નાગરિકોની સુરક્ષા સુનિヘએિવા કોઇ પણ ઉપકરણોનો ઉપયોગ ન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

વેરાવળ

(દિપક કકકડ દ્વારા) વેરાવળ :..  જિલ્લામાં યુદ્ધ સહિતની કોઈપણ કટોકટીની પરિસ્‍થિતિને પહોંચી વળવા માટે નાગરિક સંરક્ષણની તૈયારીઓ માટે સમગ્ર રાજ્‍યની સાથે સાથે ગીર સોમનાથ જિલ્લામાં આજે તા.૩૧ મેના રોજ સિવિલ ડિફેન્‍સની ઓપરેશન શિલ્‍ડ મોકડ્રીલ યોજાશે.

ગીર સોમનાથ જિલ્લામાં સાંજના ૦૫-૩૦ કલાકથી સોમનાથ મંદિર ખાતે તેમજ સાંજના ૦૬-૩૦ કલાકથી વેરાવળ કોસ્‍ટ ગાર્ડ સ્‍ટેશન અને કોડીનાર છારા પોર્ટ ખાતે મોકડ્રીલ યોજાશે.

મોકડ્રિલ સંદર્ભે સાંજના ૦૭.૪૫ થી ૦૮.૧૫ સુધી બ્‍લેકઆઉટ રહેશે. આ બ્‍લેકઆઉટમાં નાગરિકોને સહકાર આપવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

મોકડ્રીલ દ્વારા નાગરિક સંરક્ષણની તૈયારીઓ, દુશ્‍મન દેશો દ્વારા થતા ડ્રોન/મિસાઇલ/હવાઈ હુમલા સામે બચાવ માટેની તૈયારીઓ, સિવિલ તથા મિલિટરી ઓથોરીટી વચ્‍ચે તાલમેલ અંગેનો અભ્‍યાસ કરી ત્રૂટીઓ દૂર કરવામાં આવશે.

આ મોકડ્રીલમાં નાગરિક સંરક્ષણ દળમાં નવા નોંધાયેલ ૨૩૧૨ જેટલા સ્‍વયંસેવકો, એન.સી.સી કેડેટ્‍સ, હોમ ગાર્ડ્‍સ, બ્‍લેક આઉટ વોર્ડન વગેરે જોડાશે.

આ મોકડ્રિલ દરમિયાન હવાઈ હુમલા સમયે સાયરન દ્વારા એલર્ટ, બ્‍લેકઆઉટ પ્રોટોકોલ, કોમ્‍યુનીકેશન સીસ્‍ટમ, મેડીકલ રીસ્‍પોન્‍સ, ઇવેકયુએશન, વહીવટી તંત્રની સુસજ્જતા, વોલિયન્‍ટિયર્સ, આરોગ્‍ય વિષયક બાબતો, ફાયર સેફટી અને આપાતકાલીન વ્‍યવસ્‍થાઓ સહિતના પાસાઓને આવરી લઈ અને નાગરિકો અને તેમની જાનમાલની સુરક્ષા સુનિヘતિ કરવા જેવી વિવિધ બાબતોને ચકાસવામાં આવશે.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. કેન્‍દ્રીય ગળહ મંત્રાલયની સૂચના અનુસાર વિવિધ જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિヘતિ કરવા બાબતની ઓપરેશન શિલ્‍ડ મોકડ્રિલનું આયોજન કરાયું છે. જે અન્‍વયે જૂનાગઢ શહેર અને કેશોદ શહેરમાં સિવિલ ડિફેન્‍સના ભાગરૂપે મોકડ્રિલનું આયોજન  સાંજે ૫-૩૦ વાગ્‍યે  કરાયું છે.

આ મોકડ્રિલ સુરક્ષાની તૈયારી સ્‍વરૂપે નાગરિકો તથા તંત્ર દ્વારા કયા કયા પગલા લેવાના હોય  તેની સજ્જતા ચકાસવા માટે યોજાશે. આ મોકડ્રીલમાં એરસ્‍ટ્રાઇકનો સિનારીયો નક્કી કરવામાં આવ્‍યો છે.

આ ઉપરાંત  જૂનાગઢ શહેર અને કેશોદ શહેરમાં રાત્રીના ૮-૩૦ થી ૯ દરમિયાન બ્‍લેકઆઉટ એટલે કે તમામ લાઈટ્‍સ બંધ કરી દેવામાં તથા આ સમય દરમિયાન રસ્‍તાઓ ઉપરથી પસાર થતા વાહનોની લાઇટ બંધ કરી ગાડીઓ સલામતી પૂર્ણ રીતે રસ્‍તાની સાઇડમાં પાર્ક કરવા જૂનાગઢ જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. આ સમયે  ઈમરજન્‍સી સેવાઓ, હોસ્‍પિટલ, મેડીકલ  સેવાઓ વિના વિક્ષેપ યથાવત રીતે શરુ રહેશે, તેમને આ એક્‍સરસાઇઝમાંથી  મુક્‍ત રાખવામાં આવ્‍યાં છે. 

આ મોકડ્રિલ દરમિયાન વહીવટી તંત્રની સુસજ્જતા, વોલિયન્‍ટિયર્સ, આરોગ્‍ય વિષયક બાબતો, ફાયર સેફ્‌ટી અને આપાતકાલીન વ્‍યવસ્‍થાઓ, ઈમર્જન્‍સી સાયરન થકી ચેતવણી સહિતના પાસાઓને આવરી લઈ અને નાગરિકોની સુરક્ષા સુનિヘિ    અત્રે નોંધનીય છે કે, આ મોકડ્રિલ યોજવાનો ઉદ્દેશ  કટોકટીની પરિસ્‍થિતિમાં લોકો સ્‍વ બચાવ કરી શકે તે સુનિヘતિ કરવાનો છે. સાથે જ તંત્ર સાથે સહયોગ સાધવા માટેનો છે. (પ-૧૯)

(10:52 AM IST)