<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

ગિરનારની ચાર્ટર પ્‍લેનથી પ્રદક્ષિણા કરતા મહેશગીરી

ચાલીસ દિવસીય યજ્ઞાનુષ્‍ઠાન વખતનો સંકલ્‍પ પુર્ણ : ગિરનારી મહારાજ અને ગુરૂ દત્તાત્રેયને સર્વનું કલ્‍યાણ કરવા પ્રાર્થના કરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૩૧ : ગિરીવર ગિરનારમાં કમંડળ કુંડ અને દત્ત શીખર પર અવિરત દોઢ દાયકા સાધના કરનારા સુખડ સંન્‍યાસી મહેશગીરીએ આજે યજ્ઞાનુષ્‍ઠાન વખતે કરેલ સંકલ્‍પને પુર્ણ કરવા ગિરનારની પરકમ્‍મા ચાર્ટડ પ્‍લેનમાં પુર્ણ કરી ધન્‍ય બન્‍યા હતા.

સુખડ  સંન્‍યાસી મહેશગીરીએ પોતાના તપોનિષ્‍ઠ ગુરૂ મહારાજ અમૃતગીરીબાપુની તપસ્‍થલી રાણપુર (સોરઠ) ખાતે રાણેશ્વર મહાદેવનાં સાનિધ્‍યમાં ગત જાન્‍યુઆરીમાં ચાલીસ દિવસીય વેદોકત યજ્ઞાનુષ્‍ઠાનનું ભગીરથ ધર્મકાર્ય પુર્ણ કર્યુ હતું. આ સમયે વિધિવિધાનથી મંદીરો, તિર્થસ્‍થળોનાં દર્શન કરવાનો સંકલ્‍પ મહેશગીરી બાપુએ લીધો હતો. જેમાં ગિરીવર ગિરનાર ફરતે પરકમ્‍મા કરવાનો મનોરથ પણ હતો. દેવ દિવાળી પછી પદયાત્રાથી વર્ષમાં એક વખત થતી પરકમ્‍માને હજુ છ મહીના જેવો સમય બાકી હોય આજે ચાર્ટડ પ્‍લેનથી આ પરકમ્‍મા પુર્ણ કરવાનો અવસર મહેશગીરીએ પુર્ણ કર્યો હતો.સમગ્ર જીવ સૃષ્‍ટિના કલ્‍યાણ અર્થે ગુરૂદત્ત પાસે પ્રાર્થના કરી હોવાનું જણાવી મહેશગીરીએ સૌ સનાતનીઓને ગિરનાર બચાવો અભિયાનમાં જોડાવા આહવાન કર્યુ હતું.

યજ્ઞાનુષ્‍ઠાન પુર્ણ કર્યા બાદ મહેશગીરી બાપુએ રામેશ્વર, પદ્મનાભ, કાશી, હરીદ્વાર સહીત વિવિધ તીર્થાટન કરી યજ્ઞદેવ સમક્ષ કરેલા સંકલ્‍પને પરીપુર્ણ કરવા ભગવાન દતાત્રેયની જય ગિરનારી મહારાજના જયઘોષ સાથેની ચાર્ટડ પ્‍લેનની પરકમ્‍મા માત્ર ૧૩ મીનીટમાં પુર્ણ કરી રાજકોટ પરત ફરતા ગિરનારી આશ્રમ-કુવાડવાના મહંત તેમજ ચાર્ટડ પ્‍લેન યાત્રા કરાવનાર સેવક પરીવારે મહેશગીરી બાપુનું પુજન કરી સ્‍વાગત કર્યુ હતું.

(11:53 AM IST)