<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

જૂનાગઢમાં યુવતીને ભગાડી ગયાના મનદુઃખથી યુવાનના પિતા-કાકાનું અપહરણ

૮ શખ્સ સામે ફરિયાદ, ફરાર ઇસમોની શોધખોળ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૩૧ઃ જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં રહેતો ઍક યુવક યુવતીને ભગાડી ગયાના મનદુઃખના કારણે યુવતીને પિતા સહિત ૮ શખ્સોઍ યુવકના ઘરે જઈ તેના પિતા અને કાકાનું અપહરણ કરી ભેસાણ પંથકમાં લઈ ગયા હતા, જયાં મારમારી ધમકી આપી સાબલપુર ચોકડી ખાતે ઉતારી જતા રહ્ના હતા.
જોશીપરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ ભીખુભાઈ બાલસનો પુત્ર જયદીપ ભરત પુસા કનાળાની પુત્રીને ભગાડી ગયો હતો. ગત તા. ૨૭ના જગદીશભાઈ તેના ઘરે હતા ત્યારે રામજીભાઈ નામના શખ્સનો ફોન આવ્યો હતો તેણે તારો દીકરો મારા ભાઈની દીકરીને ભગાડી ગયો છે. તેને ગમે ત્યાંથી શોધી લાવજે બાકી ટાટીયા ભાંગી નાખવા ધમકી આપી હતી.
ગઈ તારીખ ૨૮ ના રોજ જગદીશભાઈ તેના ભાઈ રમેશભાઈ સહિતના પરિવારના સભ્યો ઘરે હતા ત્યારે રાત્રીના બે વાગ્યા આસપાસ ત્રણ કારમાં ભરત ઘુસા કનાળા, રાજુભાઈ નામનો વ્યક્તિ અને ૬ અજાણ્યા શખ્સોઍ ઘરમાં ઘુસી જગદીશભાઈ અને તેના પત્નીને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. અને જયદીપને મારી નાખવા વાતો કરતા હતા.
આ શખ્સોઍ ઘરમાં તલાશી પણ લીધી હતી. બાદમાં આ શખ્સોઍ જગદીશભાઈને પકડી કારમાં બેસાડયા હતા, ત્યારે તેના ભાઈ રમેશભાઈ બચાવવા વચ્ચે પડતા તેને પણ બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી ભેંસાણ વિસ્તારમાં લઈ ગયા હતા. જ્યાં જગદીશભાઈ નીચે પડી જતા માથામાં ઈજા થઈ હતી.ત્યાંથી કારમાં બેસાડી સાબલપુર ચોકડી નજીક લઈ આવ્યા હતા જ્યાં તમારા દીકરાને ગમે ત્યાંથી હાજર કરો નહિતર મારી નાખશું ઍવી ધમકી આપી હતી. ત્યાં બંને ભાઈને ઉતારી દીધા હતા ત્યાં પોલીસ આવી ઍ પૂર્વે શખ્સો નાસી ગયા હતા.
આ અંગે જગદીશભાઈ બાલસે ફરિયાદ કરતા બી ડીવીઝન પોલીસે ભરત ધુસા, રાજુ અને છ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. (રર.૧૧)

(11:54 AM IST)