હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અંતે જૂનાગઢ ઍસપી તરીકે આઇ પી ઍસ સુબોધ ઓડેદરાની નિમણૂંક
હર્ષદ મહેતાની સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ પોરબંદર ઍસપી પાસે ચાર્જ હતો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૩૧ઃ જૂનાગઢ ઍસપીની ખાલી પડેલી જગ્યા પર અંતે કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગરના ઍસપી ઍસ. આર. ઓડેદરાની નિમણૂક કરવામાં આવી છે.
જૂનાગઢ ઍસપી હર્ષદ મહેતાઍ ગઈ તારીખ ૬ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સ્વૈચ્છિક રાજીનામું આપી નિવૃત્તિ લેતા જૂનાગઢ ઍસપીનો ચાર્જ પોરબંદર ઍસપી ભગીરથસિંહ જાડેજાને આપવામાં આવ્યો હતો.
હવે જૂનાગઢ ઍસપીની ખાલી રહેલી જગ્યાઍ કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગરના ઍસપી સુબોધ આર. ઓડેદરાની નિયુક્તિ કરવામાં આવેલ છે. તેઓ જીપીઍસસીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી વર્ષ ૨૦૦૫માં ડીવાયઍસપી તરીકે પસંદગી પામ્યા હતા.
બાદમાં તેઓઍ વડોદરા ડી વાય ઍસ પી, રાજકોટ ડીસીપી, મોરબી ઍસપી તરીકે પણ ફરજ બજાવી હતી. તેમના પિતા રામદેવભાઇ ઓડેદરા પણ ડીવાયઍસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા.
અત્યંત શાંત, લાગણીશીલ સ્વભાવ, વર્તનમાં સહજતા ધરાવતા ૨૦૧૪ની બેચના આઈપીઍસ ઍસ. આર. ઓડેદરા કડક પોલીસ અધિકારીની પણ છાપ ધરાવે છે. (રર.૧૨)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
