<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

મૂકબધીર પુત્રી ઉપર દુષ્કર્મ ગુજારનાર સાવકા પિતાને માતાઍ જ પતાવી દીધોઃ મોરબી પંથકનો બનાવ

હવસખોર સાવકા પિતાની શંકાસ્પદ હાલતમાં લાશ મળ્યા બાદ ક્રોધે ભરાયેલી પત્નીઍ જ પતિને લાતો ફટકારી મોતને ઘાટ ઉતારી દીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું


ઘટના સ્થળે દોડી ગયેલા તાલુકા પોલીસનો કાફલો નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ મોરબી) 
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૩૧ઃ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઍક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં સાવકા પિતાઍ આગલા ઘરની પુત્રી ઉપર નજર બગાડી શિયળ લૂંટી લીધું હતું. બાદમાં પિતાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. આ ઘટનામાં ક્રોધે ભરાયેલી માતાઍ જ તેના પતિને લાતો ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું ખુલ્યું છે.
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સમાજ વ્યવસ્થાને શર્મસાર કરતી ઍક ઘટના બની છે જેમાં સાવકા પિતાઍ ૨૪ વર્ષીય મૂક બધિર સાવકી પુત્રી ઉપર નજર બગાડી હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજારતા મૂકબધિર યુવતી અવાચક બની ગઈ હતી. બીજી તરફ સાવકા બાપે કરેલા કૃત્યની જાણ મૂક બધિર યુવતીના માતાને થતા માતાઍ હવસખોર પતિને ઢીંકા પાટુનો માર મારી છાતીના ભાગે લાતો ફટકારતા નરાધમનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો છે, બીજી તરફ આ ગંભીર બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધવા તજવીજ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, જે શ્રમિક પરિવારમાં આ ઘટના બની છે તેમાં હત્યાનો ભોગ બનેલ પિતા તેમજ મૂક બધિર યુવતીના માતાના આ બીજા લગ્ન હોવાનું અને મુક બધિર યુવતી માતા સાથે આંગળીયાત આવી હોય સાવકા બાપે દીકરી ઉપર જ નજર બગાડી મોકો મળતા દેહ અભળાવી નાખ્યો હતો. જે બાદ માતાને બનાવની જાણ થતા નરાધમ પતિને ઢોર મારતા મૃત્યુ નીપજ્યું હતું. જો કે, ચોંકાવનાર બનાવમાં પીઍમ રિપોર્ટ આવ્યા બાદ દુષ્કર્મ અને હત્યા અંગે ફરિયાદ નોંધવામાં આવશે તેમ પોલીસે જાહેર કર્યું છે.  (૩.૧૦)

 

(11:57 AM IST)