<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

વિસાવદર વિધાનસભા મતવિસ્‍તારની પેટા ચૂંટણીની મતગણતરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી મહાવિદ્યાલયમાં થશે

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અનિલકુમાર રાણાવાસિયાએ કાઉન્‍ટિંગ સેન્‍ટરની સ્‍થળ મુલાકાત કરી : સ્‍ટ્રોંગ રૂમ, કાઉન્‍ટિંગ હોલ સહિતની સુચારુ વ્‍યવસ્‍થાઓ ગોઠવવા નિર્દેશ : મતગણતરી સ્‍ટાફ અને મતગણતરી એજન્‍ટની અવર- જવર માટે જરૂરી બેરીકેટિંગ કરવા પણ સૂચના

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૩૧: જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્‍ટર અનિલકુમાર રાણાવસિયાએ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના કાઉન્‍ટિંગ સેન્‍ટરની મુલાકાત કરી હતી. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી જૂનાગઢ કળષિ યુનિવર્સિટીની કળષિ ઇજનેરી મહાવિદ્યાલય ખાતે તા.૨૩મે ના રોજ મત ગણતરી કરવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્‍ટરશ્રીએ ચૂંટણી પંચની નિયત માર્ગદર્શિકા મુજબ સ્‍ટ્રોંગ રૂમ, કાઉન્‍ટિંગ રૂમ, સીસીટીવી મોનિટરિંગ રૂમ સહિતની વ્‍યવસ્‍થાઓ ગોઠવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ખાસ મતગણતરી સ્‍ટાફ અને મતગણતરી એજન્‍ટની અવર જવર માટે જરૂરી વ્‍યવસ્‍થા અને બેરીકેટિંગ કરવા માટે પણ સૂચના આપી હતી.

 

આ તકે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, આચારસંહિતાના નોડલ ઓફિસરશ્રી કે.વી.બાટી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી.જે.જાડેજા, માર્ગ અને મકાનના કાર્યપાલક ઈજનેરશ્રી દિનેશ નાધેરા સહિતના સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્ના હતા.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ

(1:31 PM IST)