<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

ખંભાળીયામાં દબાણો અંગે કડક કામગીરીના પગલે સ્‍વૈચ્‍છીક દબાણો હટાવવાનું શરૂ!!

 

ખંભાળીયા તા. ૩૧: શહેરમાં ઘી નદી તથા તેલી નદીમાં ગટરના ગંદા પાણી ભળતા થતી ગંદકીના પગલે રાજય સરકાર દ્વારા ખાસ કેસમાં ર૭ કરોડના ખર્ચે નવી સુવિધા સાથેનો પ્રોજેકટ મંજુર કરતા આ પ્રોજેકટ કાર્યાન્‍વીત કરવા નદીની બન્‍ને તરફ ઘી તથા તેલી નદી બન્‍ને સ્‍થળે દબાણો હટાવવા જરૂરી હોય બન્‍ને જગ્‍યાએ સોએક જેટલા આસામીઓને પાલિકા તંત્રએ નોટીસો આપી કડક કાર્યવાહી શરૂ કરતા ગઇકાલે બન્‍ને નદી વિસ્‍તારમાં દબાણ કરનારાઓ દ્વારા સ્‍વૈચ્‍છિક રીતે તેમની દીવાલો, મકાનો, દુકાનો જાતેજ પાડવાના શરૂ કરવામાં આવ્‍યા હતા.

ખામનાથ પૂલ પાસે તથા મહાપ્રભુજી બેઠક વિસ્‍તાર યોગેશ્‍વરનગર સહિતના વિસ્‍તારોમાં લોકોએ જાતે પોતાની દીવાલ, વંડા, મકાનો, દુકાનો તોડી પાડવા કાર્યવાહી કરતા પાલિકા તંત્ર દ્વારા જેસીબી મશીનનો સહયોગ અપાયો હતો.

પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, ચીફ ઓફિસર ચેતનભાઇ ડુડીયાના માર્ગદર્શનમાં પાલિકા ઇજનેર એન.આર. નંદાણીયા તથા તેમની ટીમ દ્વારા આ કાર્યવાહી થઇ હતી. ઇજનેરશ્રી નંદાણીયા એ જણાવેલ કે ઘી તથા તેલી નદી ખંભાળીયામાં આવેલી છે તે આખી માપીને નિશાની માર્કીંગ કર્યું હોય જે દબાણકારો જાતે દબાણો નહીં હટાવે તેને તોડી પાડવામાં આવશે. (

(2:10 PM IST)