<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

ખંભાળીયા સ્‍ટેશન રોડ પર બાઇક સાથે આખલો અથડાતા અકસ્‍માત

 

ખંભાળીયાઃ રેલ્‍વે સ્‍ટેશન રોડ પર એક બાઇક પર એક પુરૂષ તથા મહિલા સામાન્‍ય સ્‍થિતિમાં નિરાંતે બાઇક પર જતા હતા ત્‍યારે રોડની સાઇડ પરથી એકાએક ધસી આવીને આખલાએ જોરથી આ બાઇકને ટક્કર મારતા યુવક તથા યુવતી બાઇક પરથી પડી ગયા હતા. તથા તેમને ઇજા થઇ હતી અને બાઇકને નુકશાન થઇ ગયું હતું.  બનાવ જોઇ ત્‍યાંથી પસાર થયેલા લોકોએ આ યુવક-યુવતીની મદદ કરી હતી. સામાન્‍ય સ્‍થિતિમાં રોડ પરથી નીકળતા લોકોને પણ હવે આખલા ઉલાળવા લાગતા રસ્‍તા પર નીકળવુ ભયજનક થઇ ગયું છે.

(1:58 PM IST)