<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

કલ્‍યાણપુરનાં ગોજીનેશની સીમમાંથી ઝડપાયેલ ચરસ પ્રકરણમાં તપાસ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩૧: રાજકોટ રેન્‍જના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક નિતેષ પાંડેયની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર રાઠોડ બ દ્વારકા વિભાગનાઓના માર્ગદર્શન મુજબ દરીયાઈ સુરક્ષાને લગત સુચના આપેલ.

 ભાટીયા આઉટ પોસ્‍ટ હેઠળ આવતા દરિયાકાંઠા ઉપર ફૂટ પેટ્રોલીંગ દરમ્‍યાન ગોજીનેશ ગામની સીમના દરીયાકાંઠા ઉપર ગુગળીયા બારૂના બિનવારસુ કાપડની બેગી વાળા પેકીંગના અલગ અલગ કુલ-૧૦ પેકેટ જે કુલ-૧૩.૨૩૯ કિલોગ્રામ કી.રૂ.૬,૬૧,૯૫,૦૦૦/- ના માદક પદાર્થ ચરસનો જથ્‍થો મુદામાલ કબ્‍જે કરી કલ્‍યાણપુર પોલીસ સ્‍ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી કલ્‍યાણપુર પો.સ્‍ટે. પોલીસ ઈન્‍સપેકટર એમ.ડી.મકવાણા પો.સબ ઈન્‍સ.કે.પી.ઝાલા  એ.એસ.આઈ. કરશનભાઈ ગોગનભાઈ ચેતરીયા  એ.એસ.આઈ, ચંદ્રસિંહ ગુમાનસિંહ જાડેજા તથા એ.એસ.આઈ ભીખાભાઈ નગાભાઈ ગાગીયા,એસ.ઓ.જી., પો.હેડ કોન્‍સ. રામશીભાઈ વરવાભાઈ પીંડારીયા હેડ કોન્‍સ, નેભાભાઈ અરજણભાઈ બારડ તથા પો.હેડ કોન્‍સ. દિલીપભાઈ મનસુખભાઈ બાવળીયા તથા પો.કોન્‍સ.ભરતભાઈ વેજાણંદભાઈ ગોજીયા તથા પો.કોન્‍સ. નિલેશભાઈ રમેશભાઈ ચાવડા તથા ડ્રા.પો.કોન્‍સ.ભરતભાઈ દેવાભાઈ ભોચીયા તથા ડ્રા.પો.કોન્‍સ જયસુખભાઈ ગોરધનભાઈ પરમાર વિગેરે પોલીસ સ્‍ટાફએ કરેલ છે.

તેમજ આપની આજુબાજુ દરીયાકિનારે કોઇ શંકાસ્‍પદ બિનવારસુ ચીજ વસ્‍તુ મળી આવે કે દેખાય તો

(૧) કલ્‍યાણપુર પોલીસ સ્‍ટેશન મો.નં.- ૫૩૫૯૬ ૨૭૯૩૫

(૨) એસ.ઓ.જી.દેવભુમી દ્વારકા મો.ન.- ૭૨૦૨૦ ૮૮૧૦૦

(૩) જીલ્લા કંટ્રોલ રૂમ દૈવભુમી દ્વારકા મો.નં.- ૭૪૩૩૯ ૭૫૯૧૪ ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

(2:08 PM IST)