<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

ભાવનગરમાં સુભાસનગરમાં મહિલા પોલીસ કર્મીના પુત્રની હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું: લોકોના ટોળા ઉમટ્યા

હત્યાના ગુનામાં જામીન પર છૂટેલા કેવલ નામના યુવાનની અર્જુન, ભરત અને ભાર્ગવ નામના ત્રણ શખ્સો દ્વારા તિક્ષ્ણ હથિયારના ઘા મારીને નિર્મમ હત્યા

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં બે દિવસ પૂર્વે થયેલી યુવાનની હત્યાના મામલે પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા પંચવટી ચોકમાં બે દિવસ પહેલા મહિલા પોલીસ પુત્રની હત્યાનો બનાવ બન્યો હતો. અગાઉ થયેલી હત્યાના ગુનામાં જામીન પર છૂટેલા કેવલ નામના યુવાનની અર્જુન, ભરત અને ભાર્ગવ નામના ત્રણ શખ્સો દ્વારા તિક્ષ્ણ હથિયારના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

ભાવનગર પોલીસે આ બનાવમાં ગણતરીના કલાકોમાં જ અર્જુન, ભરત અને ભાર્ગવ નામના ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા. જેમની પૂછપરછ બાદ પોલીસે ગુનાના ઊંડાણ સુધી પહોંચવા અને પુરાવા એકત્રિત કરવા માટે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવવાનો નિર્ણય કર્યો હતો.

પોલીસ દ્વારા પંચવટી ચોકમાં કરવામાં આવેલા રિકન્સ્ટ્રક્શન દરમિયાન આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન ઘટનાનું પંચનામું પણ કરવામાં આવ્યું હતું,

(8:21 PM IST)