<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

જૂનાગઢમાં ગિરનાર પર્વત પર વાતાવરણમાં પલટોઃ ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા સતત ત્રીજા દિવસે બંધ

યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો

જુનાગઢઃ જૂનાગઢમાં ગિરનાર પર્વત પર વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદી વાતાવરણ અને ભારે પવનને કારણે હાલ પર્વત પર રોપ-વે સેવા બંધ કરાઇ છે.જો કે વાતાવરણ અનુકુળ થતાં રોપ-વે સેવા ફરી શરૂ કરાશે.
ગિરનાર રો-પવે સતત ત્રીજા દિવસે પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે પવનને લઈ રો-પવે સેવા બંધ કરવામાં આવી છે. અત્યારે ગિરનાર પર્વત પર ભારે પવન ફુંકાઈ રહ્યો છે. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તીવ્ર ગતિના પવનમાં રોપ વે સેવા દરમિયાન કોઇ દુર્ઘટના ન ઘટે જેના પગલે વહીવટી તંત્રએ આ નિર્ણય લીધો છે. પવનની ગતિ ખુબજ વધી જાય તેવા સમયે અને ખરાબ વાતાવરણના સમયે રોપ વે સેવા સ્થગિત કરાતી હોય છે. જે અંતર્ગત હાલ પ્રવાસીઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને રોપ વે સેવા બંધ કરવામાં આવી છે. પવનની ગતિ સામાન્ય થતાં ફરી રોપ સેવા પૂર્વવત કરાશે.

(12:00 PM IST)