News of Sunday, 1st June 2025
મોરબીના લાભનગરમાં નદીના કોઝવે પાસેથી દારૂની ૮૭ બોટલનો જથ્થો પકડાયો
મોરબી સીટી-બી ડીવીઝનની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમીને આધારે દરોડાઃ ૪૩પ૦૦ નો મુદ્દામાલ જપ્ત

મોરબીઃ શહેરના લાભનગર પાસે આવેલ કાલીન્દ્રી નદીના કોઝવે પાસે રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૮૭ બોટલનો જથ્થો જપ્ત કર્યો છે આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાભનગર, કાલીન્દ્રી નદીના કોઝવે પાસે બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં કોઝવે પાસે બાવળની કાંટમાંથી ઈંગ્લીશ દારૂની ૮૭ બોટલ કીમત રૂ ૪૩,૫૦૦ નો મુદમાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી ખોડા ભરત કગથરા રહે લાભનગર સામે મોરબી ૨ વાળાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
