<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

રાજકોટ બાદ દ્વારકા જિલ્લામાંથી 4 સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની ધરપકડ : ઓનલાઈન જુગારની ગેમિંગનું પ્રમોશન કરતા હતા

જામ ખંભાળિયા પોલીસે અલગ અલગ વિસ્તારોમાંથી ભરત લગારીયા, સુમાત ચાવડા, દીપક સાંથલપર, કેશુર ભાટીયા નામના 4 ઈન્ફ્લુએન્સર અટકાયત કરી

દ્વારકા જિલ્લામાં ઓનલાઈન જુગારની ગેમિંગનું પ્રમોશન કરનાર ચાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની પોલીસે ધરપકડ કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર જામ ખંભાળિયા પોલીસે અલગ અલગ વિસ્તારોમાંથી ભરત લગારીયા, સુમાત ચાવડા, દીપક સાંથલપર, કેશુર ભાટીયા નામના 4 ઈન્ફ્લુએન્સર અટકાયત કરી છે. આ લોકો અનઅધિકૃત એપ્લિકેશન દ્વારા RAJA GAME-COME, RUMMY MARZ- COM, 102 DAYS- COM જેવી ગેમિંગ સાઈટનું પ્રમોશન કરતા હતા. આ લોકો પાસે કુલ 2.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર અનધિકૃત ઓનલાઇન ગેમિંગ એપ્લિકેશનનું પ્રમોશન કરી સમાજના યુવા વર્ગને જુગાર જેવા સામાજિક દુષણ તરફ લઈ જતાં ઇસમો (ઈન્ફ્લુએન્સરો) ને પકડી પાડી તેમના વિરુદ્ધ  ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

થોડા દિવસો પહેલાં રાજકોટમાં ઓનલાઈન જુગાર ગેમને લઈને સોશિયલ મીડિયા માધ્મય પર જાહેરાત આપવા અને તેની લિંક મુકીને લોકોને પ્રોત્સાહિત કરવા મામલે બે ઈન્ફ્લુએન્સર વિરૂદ્ધ સાયબર ક્રાઈમની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ધાર્મિક જગશીભાઈ વાઘાણી અને દીપ ગોસ્વામી એમ બે ઈન્ફલુએન્સરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

(6:00 PM IST)