News of Sunday, 1st June 2025
પત્ની પ્રેમી સાથે ભાગી જતાં પતિએ આપઘાત કર્યો :જૂનાગઢના યુવાને આઘાતમાં ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો
યુવકના હજી માત્ર 24 દિવસ પહેલા જ લગ્ન થયા હતા: આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો જેમાં પોતાની પત્ની અને પત્નીના મામા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે અપીલ કરી

જૂનાગઢમાં પત્નીના વિયોગમાં પતિએ આપઘાત કરી લીધો છે. ઝેરી દવા ગટગટાવી પોતાના જીવનનો અંત આણ્યો છે. પિયુષ ગોહેલે આપઘાત પહેલા વીડિયો પણ બનાવ્યો હતો
પત્ની પ્રેમી સાથે ભાગી જતાં પતિએ તેના વિરહમાં પગલું ભર્યું. યુવકના હજી માત્ર 24 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. લગ્નનાં ગણત્રીનાં દિવસોમાં જ યુવકની પત્ની તેના પ્રેમી સાથે ફરાર થઇ ગઇ હતી. જેના કારણે યુવકને ખુબ જ આઘાત લાગ્યો હતો
. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર જુનાગઢમાં પિયુષ ગોયલ નામનો યુવાન રહે છે. તેમાં 24 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. યુવક પોતાની પત્નીને ખુબ જ પ્રેમ કરતો હતો. બંન્નેનો ખુબ જ સુખી સંસાર ચાલી રહ્યો હતો. જો કે અચાનક એક દિવસ તેની પત્નીએ તેની તબિયત સારુ નહી હોવાથી પિયર જવાની જીદ કરી હતી. જેથી તેની પત્નીને મેહુલે પિયર મોકલી આપી હતી. પત્ની પિયર ગયા બાદ પરત જ આવી નહોતી રહી
પિયુષ દ્વારા વારંવાર પ્રયત્ન કરવા છતા પણ તે પરત નહોતી ફરી રહી. બિમારી સારી નહી થઇ રહી હોવાથી તે આવવાનો ઇન્કાર કરતી રહી હતી. પિયુષ દ્વારા વારંવાર પ્રયાસો પછી તે આવી નહોતી. દરમિયાન પિયુષને જાણવા મળ્યું હતું કે, તેની પત્નીનું કોઇ અન્ય યુવક સાથે ચક્કર છે. તેની સાથે જ તે રહેવા માંગે છે. જેથી યુવકને ખુબ જ આઘાત લાગ્યો હતો. તેણે આપઘાતનો નિર્ણય લીધો. આપઘાત કરતા પહેલા તેણે વીડિયો બનાવ્યો હતો. જેમાં પોતાની પત્ની અને પત્નીના મામા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેની અપીલ પણ કરી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
