<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

મોરબી નજીકથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને બેંગ્લોરથી ઝડપી લીધો.

ભોગ બનનાર સગીરાને શોધી કાઢવામાં મોરબી તાલુકા પોલીસ ટીમને સફળતા મળી

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલ સિરામિક એકમમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને બેંગ્લોરથી ઝડપી લઈને ભોગ બનનાર સગીરાને શોધી કાઢવામાં મોરબી તાલુકા પોલીસ ટીમને સફળતા મળી છે.

     મોરબી તાલુકા પોલીસ મથકમાં સગીરા અપહરણની ફરિયાદ નોંધાઈ હતી ગત તા. ૦૩ એપ્રિલના રોજ સવારના સુમારે મોરબી નજીક આવેલ સિરામિક ફેકટરીમાંથી સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી મોરબી તાલુકા પોલીસે સગીરા અપહરણની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને અપહરણ કરનાર આરોપી કર્ણાટક રાજ્યના બેગ્લોર શહેરમાં હોવાની માહિતી મળતા ટીમને રવાના કરી બેંગ્લોરથી ઝડપી લઈને મોરબી લાવવામાં આવ્યો હતો.

(7:55 PM IST)