<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

ઉપલેટાના ગધેથડ પાસે આવેલ વેણુ 2 ડેમના 4 દરવાજા 4 ફુટ ખોલવામાં આવ્યા: 6823 ક્યુસેક પાણી છોડાયું

ડેમ સાઈટના નદી કાંઠાના વરજાગ જાળીયા. ગધેથડ નાગવદર (મેખા ટીંબડી ) નીલાખા ગણોદ સહિતના નદીના કાંઠા વિસ્તારના ગામોને નદીના પટમાં અવર જ્વર નહીં કરવા સૂચના

રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગધેથડ પાસે આવેલ વેણુ 2 ડેમના 4 દરવાજા 4 ફુટ ખોલવામાં આવ્યા છે. વેણુ 2 ડેમના દરવાજાની મેન્ટેન્સ કામગીરી કરવાના હેતુથી ડેમનો પાણીનો જથ્થો ખાલી કરવામાં આવી રહયો છે. વેણુ 2 ડેમમાં કુલ 797 MCFT પાણીની કેપેસીટી છે. વેણુ 2 ડેમમાં 294 MCFT પાણીના જથ્થામાંથી 165 MCFT 6823 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

   વેણુ 2 ડેમમાં 129 MCFT પાણી નો જથ્થો પીવાના પાણી માટે અનામત રખાયો છે. ડેમના 4 દરવાજા ખોલતા ડેમ સાઈટના નદી કાંઠાના વરજાગ જાળીયા. ગધેથડ નાગવદર (મેખા ટીંબડી ) નીલાખા ગણોદ સહિતના નદીના કાંઠા વિસ્તારના ગામોને નદીના પટમાં અવર જ્વર નહીં કરવા સૂચના આપવામાં આવી છે.  વેણુ 2 ડેમના 20 દરવાજા રીપેરીંગ કામગીરી હાથ ધરાશે.

(8:19 PM IST)