News of Sunday, 1st June 2025
માળિયાના ચાચાવદરડા ગામે ૧૬ વર્ષની સગીરા ઝેરી દવા પી લેતા મોત.
સગીરાને કામ પરથી પાછુ આવવા માતા પિતાએ ના પાડતા લાગી આવતા ઝેરી દવા પીઘી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના ચાચાવદરડા ગામે રહીને મજુરી કરતી ૧૬ વર્ષની સગીરાને કામ પરથી પાછુ આવવા માતા પિતાએ ના પાડતા લાગી આવતા ઝેરી દવા પી લેતા સગીરાનું મોત થયું છે માળિયા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.
મધ્યપ્રદેશના વતની અને હાલ માળિયા (મી.) તાલુકાના ચાચાવદરડા ગામે આવેલ ખ્રીશા પોલીમર્સ કારખાનાની ઓરડીમાં રહીને કામ કરતી ૧૬ વર્ષની સગીરા અનીતા કાલુભાઈ મચાર પોતાની જાતે ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી ખસેડાઈ હતી જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી.
માળિયા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૩૦ ના રોજ વહેલી સવારે સગીરાએ માતાપિતા સાથે ફોનમાં વાત કરી પોતાના કામ પરથી ઘરે પાછું આવવાની વાત કરી હતી અને માતાપિતાએ કામ પરથી ઘરે આવવાની ના પાડી હતી જેથી લાગી આવતા સગીરાએ ઝેરી દવા પી લેતા મોત થયું હતું માળિયા પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
