<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

મોરબી શહેરના આઠ સીસી રોડ બનાવવા ૩૦.૭૫ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજુરી.

આગામી દિવસોમાં આઠ સીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવશે

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરના આઠ સીસીરોડ માટે સરકારમાંથી ૩૦.૭૫ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજુરી મળી ગઈ છે જેથી આગામી દિવસોમાં આઠ સીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે.

મોરબી મહાનાગરપ્લીકાની સિવિલ એન્ડ સીટી બ્યુટીફીકેશન શાખાની યાદીમાં જણાવ્યા મુજબ મહાપાલિકા હદ વિસ્તારમાં મુખ્યમંત્રી શહેર સડક યોજના અંતર્ગત મોરબીના લીલાપર રોડના વાયડનીંગ સાથે ડામર રોડનું કામ, શનાળા રોડ (કન્યા છાત્રાલય રોડથી બાયપાસ સુધી સીસી રોડનું કામ, વર્ધમાન એપાર્ટમેન્ટથી આલાપ સોસાયટી સુધુ સીસી રોડનું કામ, માધાપર મેઈન રોડ સીસી રોડનું કામ, વીસી ફાટકથી અમરેલી રોડ સુધી રોડનું કામ, વેલનાથ ચોકથી નેશનલ હાઈવે સુધી સીસી રોડનું કામ, કેસરબાગથી એલ ઈ કોલેજ સુધી સીસી રોડનું કામ અને વજેપર મેઈન રોડ સીસી રોડના કામ માટે સરકારમાંથી ૩૦.૭૫ કરોડની સૈદ્ધાંતિક મંજુરી મળી છે.

(11:32 PM IST)