<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા બે દિવસીય ઓપન મોરબી આર્ટ એન્ડ ક્રાફ્ટ કલાસીસ કાર્યક્રમ સંપન્ન.

આર્ટ એન્ડ ક્રાફ્ટના ક્લાસમાં મોટી સંખ્યામાં બહેનો અને બાળકોએ ભાગ લીધો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ફેવિક્રીલ અને નિરાલી ક્રીએશન નિમિષાબેનના સહયોગથી બે દિવસના ઓપન મોરબી આર્ટ એન્ડ ક્રાફ્ટના ક્લાસીસનું ઓમ શાંતિ સ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું હતું.  આ આર્ટ એન્ડ ક્રાફ્ટના ક્લાસમાં મોટી સંખ્યામાં બહેનો અને બાળકોએ ભાગ લીધો હતો. વિવિધ આર્ટ એન્ડ ક્રાફ્ટની મન મોહી જાય એવી વસ્તુઓ નિમિષાબેન ખન્ના દ્વારા શીખવવામાં આવી હતી અને સાથે જ બહેનો અને બાળકોએ ખૂબ સુંદર પ્રયત્નોથી ટાઈ એન્ડ ડાયના ટીશર્ટ ક્લે વર્કના ના ફ્રીઝ મેગ્નેટ કિચેઈન વગેરે જેવી વસ્તુઓ પોતાની જાતે બનાવી હતી.

આ તકે ક્લબના પ્રેસિડન્ટ સુષ્માબેન દુધરેજીયાએ ઓમ શાંતિ સ્કૂલના પ્રિન્સિપાલ ફેવિક્રીલ કંપની, અને નિરાલી ક્રીએશન વાળા નિમિષાબેનનો ખુબ ખુબ આભાર માન્યો હતો. સાથે જ ક્લબના દરેક મેમ્બર્સના સાથ અને હાજરીથી આ પ્રોજેક્ટ સફળ થયો હતો.


 

(11:34 PM IST)