<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

વિશ્વ સંવાદ કેન્દ્ર મોરબી જિલ્લા દ્વારા નારદ જયંતિની ઉજવણી કરવામાં આવી.

વક્તા વિજયભાઈ રાવલ દ્વારા મહર્ષિ નારદના જીવનની અત્યારના આપણા જીવનમાં અનુસરવા જેવી વાતોની છણાવટ કરાઈ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : સૃષ્ટિના આધ્ય પત્રકાર દેવર્ષિ નારદની જન્મ જયંતિના પાવન અવસરે વિશ્વ સંવાદ કેન્દ્ર મોરબી જિલ્લા દ્વારા પત્રકાર મિલન સમારોહ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમના વક્તા વિજયભાઈ રાવલ દ્વારા મહર્ષિ નારદના જીવનની અત્યારના આપણા જીવનમાં અનુસરવા જેવી વાતોની છણાવટ કરવામાં આવી.

 આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી, શ્રીકાંતભાઇ પટેલ, વિષ્ણુભાઈ વિડજા, રવિભાઈ બરાસરા, જયેશભાઇ બોખાણી,વાંકાનેરના ગૌરવભાઈ જાની,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજુભાઈ બદ્રકીયા તેમજ પ્રચાર વિભાગના કાર્યકર્તાઓ જોડાયા હતા.દરેક ઉપસ્થિત મિત્રો ને નારદજીની તસવીર ઉપહાર સ્વરૂપે આપવામાં આવી હતી.


 

(11:37 PM IST)