હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 2nd June 2025
કચ્છના અંતરજાળ ગામે બાઈક ધોવા ગયેલા સાળો બનેવી પાણીમાં ડૂબી જતા મોત
કોઈ એક જણનો પગ લપસ્યો હશે અને તે ડૂબ્યો હશે એટલે તેને બચાવવા જતા બીજો પણ ડૂબ્યો હશે એવું પોલીસે તારણ કાઢ્યું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : કચ્છના ગાંધીધામ તા.ના અંતરજાળ ગામે બે યુવાનોના પાણીમાં ડૂબી જવાથી અરેરાટીભર્યા મોત નિપજ્યા હતા. નજીકના કીડાણા ગામે રહેતા ૨૮ વર્ષીય ઈશ્વર મહાદેવ ઘાંચી અને ૧૯ વર્ષીય સંજય જીવા ઘાંચી ઘેરથી બાઈક ધોવાનું કહી નીકળ્યા હતા.
પાણી ભરેલા ઊંડા તળાવ જેવા ખાડામાં બંને સાળો બનેવી ડૂબી ગયા હતા. બંનેની લાશ ગાંધીધામ મહાનગરપાલિકા, ઈઆરસી ટીમ, પોલીસ અને તરવૈયાઓએ કલાકોની જહેમત બાદ શોધી હતી. પાણીના ખાડામાં બાઈક ધોતી વખતે કોઈ એક જણનો પગ લપસ્યો હશે અને તે ડૂબ્યો હશે એટલે તેને બચાવવા જતા બીજો પણ ડૂબ્યો હશે. એવું પોલીસે તારણ કાઢ્યું છે. એક સાથે બબ્બે યુવા જિંદગીઓના મોત ગમગીની સર્જી છે. મૂળ બનાસકાંઠાનો આ ઘાંચી પરિવાર રોજગાર અર્થે કચ્છમાં આવ્યો છે.
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
