<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

કસ્ટમ એજન્ટોના ઉઘરાણા સામે કંડલા તુણા બંદરે ટ્રાન્સપોર્ટરોનો ચક્કા જામ

ગેરકાયદે રૂપિયા ઉઘરાવવાનો આક્ષેપ નહીં આપનારા બ્લેક લીસ્ટમાં : કસ્ટમ હાઉસ એજન્ટ સી.એચ.એ. ઉપર ગેરકાયદે ટ્રાન્સપોર્ટરો પાસેથી રૂપિયા ઉઘરાવાતા હોવાનો આક્ષેપ કરી આ ઉઘરાણા બંધ કરવાની માગણી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ :  દીનદયાળ પોર્ટ કંડલા અને તેની સાથે સંકળાયેલ તુણા પોર્ટ ઉપર કાર્ગોનું લોડિંગ કરતા ટ્રાન્સપોર્ટરોએ ચક્કાજામનું એલાન કર્યું છે. કસ્ટમ હાઉસ એજન્ટ સી.એચ.એ. ઉપર ગેરકાયદે ટ્રાન્સપોર્ટરો પાસેથી રૂપિયા ઉઘરાવાતા હોવાનો આક્ષેપ કરી આ ઉઘરાણા બંધ કરવાની માગણી કરવામાં આવી છે. આયાત નિકાસ કરનાર કંપનીઓ પાસેથી કસ્ટમ એજન્ટો સીએચએ રૂપિયા વસુલે છે તો પછી ફરી ટ્રાન્સપોર્ટરો પાસેથી પૈસા વસૂલ કરવાનું કારણ શું છે? જો, કોઈ ટ્રાન્સપોર્ટર રૂપિયા ન ચૂકવે તો તેમને બ્લેક લીસ્ટ કરવામાં આવે છે. હાલે પોર્ટ અંદરની કાર્યવાહી ચાલુ છે પણ પોર્ટમાંથી માલ બહાર લઈ જવાની કામગીરી બંધ છે.

(9:23 AM IST)