<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

રફ્તારનો કહેરઃ સામખિયાળીથી માળિયા કારખાને જતા કામદારોની બાઇકને ટ્રકે ઉલાળતા બે ના મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨: માળિયા નજીક આવેલ ઇન્‍ડિયા સોલ્‍ટમાં કામ કરતા ત્રણ કામદારો કામમાં બ્રેક લઈ એક બાઈક ઉપર સુરજબારી હાઇવે હોટલ ઉપર ચા નાસ્‍તો કરવા આવ્‍યા હતા. ચા નાસ્‍તો કરીને સામખિયાળી મોરબી હાઇવે ઉપર માળિયા ઇન્‍ડિયા સોલ્‍ટમાં તેઓ પરત જઈ રહ્યા હતા ત્‍યારે સુરજબારી પાસે પાછળથી પુરપાટ આવતી ટ્રકે બાઈકને હડફેટે લઈ ઉલાળી હતી. આ અકસ્‍માતમાં બાઈકસવાર જંગી (ભચાઉ) ના દશરથ કોળી અને પરપ્રાંતીય રવિ સિંઘ એમ બે યુવાનોના મોત નિપજ્‍યા હતા. જ્‍યારે ત્રીજો સગીર વયનો કિશોર દિનેશ કોળી ઇજાગ્રસ્‍ત થતા તેને સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડાયો છે. પોલીસે ટ્રક નંબર જીજે ૩૯ ટી ૮૮૭૧ ના ચાલક વિરુદ્ધ અકસ્‍માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:39 AM IST)