<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

ટ્રેક્‍ટર પરથી પડી જતા વેરાવળના છાત્રોડા ગામના યુવકનું મૃત્‍યુ

માળિયાના પાત્રા ગામ નજીક અક્‍સ્‍માત, કપચી ભરવા જતા હતા

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨ :.. માળિયાના પાત્રા ગામ નજીક  ટ્રેક્‍ટર પરથી પડી જતા વેરાવળના છાત્રોડા ગામના યુવકનું મળત્‍યુ નિપજ્‍યું હતું.

આ અકસ્‍માત અંગે પોલીસ મથકેથી પ્રાપ્ત થયેલી વિગતો એવી છે કે, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના છાત્રોડા ગામના ૨૨ વર્ષીય નિર્ભય લખમણભાઇ રામ નામનો યુવક માળીયાહાટીના તાલુકાના ચુલડી ગામના ટ્રેક્‍ટર ડ્રાઇવર પરસોતમભાઈ ખીમાભાઈ રાઠોડ સાથે તેના જીજે ૨૪ એકયુ ૨૨૩૮ નંબરના ટ્રેક્‍ટરમાં બેસી શનિવારે બપોરે છાત્રોડા થી ચુલડી ગામે કપચી ભરવા ગયો હતો. અને સાંજે પરત આવતા હતા ત્‍યારે માળીયાહાટીના તાલુકાના ચોરવડ પાસેના પાત્રા ગામ નજીક ચાલક પરસોતમભાઈએ ટ્રેક્‍ટર પૂરઝડપે હંકારતા નિર્ભયભાઈનું ટ્રેક્‍ટર ઉપરથી પડી જવાથી બીજા થતાં મળત્‍યુ નીપજ્‍યું હતું.

આ અકસ્‍માત અંગે મળતકના પિતા લખમણભાઇ ભીમાભાઇની ફરિયાદ લઈ ચોરવાડ પોલીસે ટ્રેક્‍ટરના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પ-૮)

(10:20 AM IST)