<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

પોરબંદરના ભડ ગામના કોળી યુવાન લીલાભાઇનું અકસ્‍માતે મોત

 

સુરતા તા. ર :. પોરબંદર તાલુકાના ભડ ઘેડ ગામે રહેતા ખેતીવાડી કરી ગુજરાન ચલાવતા લીલા ફાના ઝાલા પોતાના પુત્રનો જાતી અને ક્રિમીનીયરનો દાખલો કઢાવવા પોરબંદર પોતાનું ટુ વ્‍હીલર વાહન લઇ ને જતા હતા. ત્‍યારે સોમનાથ - પોરબંદર હાઇવે પર આવેલા ઓડદર ગામ પાસે ટુ વ્‍હીલનું ટાયર ફાટતા લીલાભાઇ પડી ગયા હતા અને માથાના ભાગે ઇજા થતા પોરબંદર હોસ્‍પીટલ લઇ ગયા પરંતુ વધારે સારવાર માટે જુનાગઢ લઇ જતા રસ્‍તામાં પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતું અને ભડ ખાતે નિવાસસ્‍થાને લઇ આવી અંતિમ વીધી કરાઇ હતી. તેમને નાના બે સંતાનો છે તેણે પિતાની છત્રછાયા ગૂમાવી છે.  (પ-૮)

(11:40 AM IST)