<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

ધંધાની ચિંતામાં દ્વારકાના યુવાને જિંદગી ટૂંકાવી

જામખંભાળીયા, તા.૨: દ્વારકામાં કાનદાસ બાપુ આશ્રમ નજીક રહેતા જયેશભાઈ વેલજીભાઈ કણજારીયા નામના ૨૪ વર્ષના સતવારા યુવાને ઓઢણીના દુપટ્ટા વડે પંખામાં ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્‍પ્રાણ દેહ સાંપળ્‍યો હતો.

મળતક જયેશભાઈ છેલ્લા ઘણા સમયથી પોતાનો ધંધો વ્‍યવસાય સેટ કરવા માટે મહેનત કરી રહ્યા હતા. પરંતુ કોઈ કારણોસર તેમનો ધંધો સેટ થતો ન હોવાથી આ બાબતે ટેન્‍શનમાં આવીને તેમણે ઉપરોક્‍ત પગલું ભર્યું હોવા અંગેની જાણ વેલજીભાઈ કણજારીયાએ સ્‍થાનિક પોલીસને કરી છે.

ગ્રીસ કામ કરતા યુવાનનું વીજ શોક લાગતા મૃત્‍યુ

જુવાનપુર ગામે રહેતા રાજેશભાઈ ભોજાભાઈ માતંગ નામના ૫૦ વર્ષના યુવાન થોડા દિવસો પૂર્વે જુવાનપુર ગામની આશાપુરા હોટલ પાસે જી.જે. ૧૦ ઝેડ ૭૦૯૭ નંબરના ટ્રકની સર્વિસ તથા ગ્રીસિંગનું કામ કરી રહ્યા હતા. ત્‍યારે આ ટ્રકના ચાલક ભરતભાઈ માધાભાઈ ડાભી નામના યુવાને ઉપરોક્‍ત ટ્રક પીજીવીસીએલની ચાલુ વીજ લાઈન નીચે ઉભો રાખી અને જ્‍યારે રાજેશભાઈ ટ્રકમાં ગ્રીસનું કામ કરતા હતા, ત્‍યારે આરોપી ભરતભાઈ સતવારાએ ટ્રકની કેબિનમાંથી ગફલતભરી રીતે ટ્રોલી ઉંચી કરતા આ ટ્રોલી ઇલેક્‍ટ્રીક તારને અડકી ગઈ હતી. જેના કારણે જોરદાર વીજ કરંટ લાગતા રાજેશભાઈ માતંગનું મળત્‍યુ નિપજ્‍યું હતું.

આ બનાવ અંગે મળતકના નાનાભાઈ રમેશભાઈ ભોજાભાઈ માતંગ (ઉ.વ. ૩૬) ની ફરિયાદ પરથી કલ્‍યાણપુર પોલીસે  જરૂરી કાર્યવાહી કરી હતી.

ઓખા મંડળમાં જુગાર રમતા ૧૧ ઝડપાયા

મીઠાપુર તાબેના નાગેશ્વર ગામની સીમ વિસ્‍તારમાંથી પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા રામભા પાચાર્યાભા સુમણીયા, માયાભા ઘુઘાભા સુમણીયા, કાલિદાસ પુરનદાસ નિરંજની, વલીમામદ ઉમર ચાવડા અને સતાર આદમ કાટીયા નામના પાંચ શખ્‍સોને ઝડપી લઇ, રૂપિયા ૨૬,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રૂપેણબંદર વિસ્‍તારમાંથી શબીર જુમા ચૌહાણ અને ગોરધન શામજી બારીયાને તેમજ રેલવે સ્‍ટેશન રોડ વિસ્‍તારમાંથી ગણી ઉર્ફે આમદ અબ્‍દુલ ચંગડા અને અબ્‍બાસ ઓસમાણ દલને જુગાર રમતા ઝડપી લીધા હતા.

ઓખા મરીન પોલીસે બસ સ્‍ટેશન પાછળના ભાગેથી દાવા મામદ સોઢા અને મહેશ લાલા ચાવડાને તીનપત્તીનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

નાના આંબલાના માછીમાર સામે ગુનો

ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીકના નાના આંબલા ગામે રહેતા ગફાર ઈબ્રાહીમ ગજણ નામના ૪૫ વર્ષના માછીમાર યુવાને ફિશરીઝ વિભાગમાંથી લેવાનું થતું ટોકન લીધા વગર માછીમારી કરતાં પોલીસે ઝડપી લઈ, તેની સામે ગુજરાત ફિશરીઝ એક્‍ટ હેઠળ કાર્યવાહી કરી હતી. (રર.ર)

(10:22 AM IST)