<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

ભુજની મસ્‍જિદમાં મૌલાના ઉપર છરી વડે હુમલો

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨: ભુજના ખારી નદી રોડ ઉપર આવેલ રહીમનગરની ઉસ્‍માની મસ્‍જિદમાં પ્રૌઢ વયના મૌલાના ઉપર યુવાન દ્વારા છરી વડે હુમલો કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. ઇજાગ્રસ્‍ત ૫૭ વર્ષીય મૌલાના યાકુબભાઈ હાલેપોત્રાના જણાવ્‍યાનુસાર ગત ૩૦/૫ ના રાત્રે મસ્‍જિદમાં નમાજ બાદ આ બનાવ બન્‍યો હતો. મસ્‍જિદની રૂમમાં રહેતા ૨૦ વર્ષીય મહંમદ ફૈઝલ દિલાવર નામના યુવકે મૌલાના પાસે ઉધાર રૂપિયા માંગ્‍યા હતા. મૌલાનાએ પોતાની પાસે રૂપિયા નથી એવું કહેતા યુવકે ઉશ્‍કેરાઈને ગાળો સાથે લાફાવાળી કરી અને છરી મારી હતી. આડેધડ છરીના ઘાથી મૌલાના લોહીલુહાણ થતા બૂમો પાડતા બીજા રૂમમાં રહેતા મોટા મૌલાના અને અન્‍ય લોકો દોડી આવ્‍યા હતા. જોકે, હુમલાખોર યુવાને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું એ ડિવિઝન પોલીસને કરેલી ફરિયાદમાં જણાવાયું છે.(૨૩.૨)

(10:24 AM IST)