News of Monday, 2nd June 2025
બેટ દ્વારકામાં સિંધુભવન ધર્મશાળાની અડધા કરોડની કિંમતી જમીન પર પિતા-પુત્ર દ્વારા કબજો
પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી, એકની અટકાયત કરી

જામ ખંભાળિયા, તા. ૦૨: બેટ દ્વારકામાં રહેતા અને બેટ દેવસ્થાન સમિતિના ઇન્ચાર્જ વ્યવસ્થાપક દિનેશચંદ્ર ચુનીલાલ બદિયાણી (ઉ.વ. ૬૪) એ આરંભડા વિસ્તારમાં રહેતા ચંદ્રકાંત ગોપાલદાસ ભાયાણી તેમજ રામકળષ્ણ ચંદ્રકાંતભાઈ ભાયાણી સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે કે ઉપરોક્ત બંને શખ્સોએ શ્રી બેટ દેવસ્થાન સમિતિ બેટ શંખોદ્વારની માલિકીની બેટ ગામના સીટી સર્વે નંબર ૧૨૧૧ માં આવેલી મિલકતો પૈકી સીટ નંબર ૨૧ માં આવેલી સિંધુ ભવન ધર્મશાળા વાળી ૩૬૫ ચોરસ મીટર જમીન તેમજ સર્વે નંબર ૧૨૧૦ સીટ નંબર ૨૩ માં આવેલી ૪.૬૮ ચોરસ મીટર મિલકત કે જે સિંધી ભવન ધર્મશાળા તરીકે ઓળખાય છે તે ૩૧ વર્ષથી કબજો જમાવીને રાખ્યો છે.
આમ, ઉપરોક્ત બંને શોખો દ્વારા રૂપિયા ૫૦ લાખ જેટલી બજાર કિંમત ધરાવતી આ જગ્યા પર ગેરકાયદેસર રીતે કબજો કરી અને કોઈને પ્રવેશવા નહીં દેતા આ અંગે બેટ દ્વારકા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી, આ પ્રકરણમાં રામકળષ્ણ ચંદ્રકાંતભાઈ ભાયાણીની અટકાયત કરી લીધી છે. આ અંગે આગળની તપાસ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડ ચલાવી રહ્યા છે
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
