News of Monday, 2nd June 2025
વાંકાનેરમાં હ. ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટીવ યંગ ગ્રુપ દ્વારા આઠમાં સુન્ની મુસ્લિમ સમુહલગ્ન યોજાયા

(મહમદ રાઠોડ-લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. રઃ હ. ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટીવ યંગ ગ્રુપ દ્વારા અલ્હાજ પીર સૈયદ શાઇર એહમદ પીરઝાદાના અધ્યક્ષસ્થાને અને માર્ગદર્શન હેઠળ પીર સૈયદ મારુમિયા બાવા (રહે.) દરગાહ ખાતે આઠમાં સુન્ની મુસ્લિમ સમાજના સમૂહલગ્ન યોજાયા, આ સમૂહ લગ્નમાં ૧૦ દુલ્હા-દુલ્હનો નિકાહ પઢીને લગ્નગ્રંથિથી જોડાયા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ નવ યુગલોને દુવા, આશીર્વાદ આપ્યા હતા.
આ સમુહલગ્નમાં જોડાયેલ તમામ દિકરીઓને દાતાઓના સહયોગથી કરિયાવરની ભેટ આપવામાં આવી હતી. તેમજ ભોજન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમુહ લગ્ન પ્રસંગે ૧૦ નવદંપતિઓના પારણા નિકાહ ખ્વાની દ્વારા બંધાયા હતા. આ પ્રસંગે આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પીર સૈયદ શાઇર એહમદે હાજર રહી દુલ્હા-દૂલ્હનને આશીર્વચન આપ્યા હતા. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ પદે પૂર્વ ધારાસભ્ય જાવિદભાઇ પીરઝાદા, કોંગ્રેસ ડેલીગેટ ઇસ્ફાન પીરઝાદા, એડવોકેટ એન્ડ નોટરી શકીલ અહેમદ પીરઝાદા, મુસ્લિમ અગ્રણી મહંમદભાઇ રાઠોડ, સહિત હાજી અબ્દુલભાઇ (કિસ્મત ટાયર) વાંકાનેર મસ્જીદોના આલીમો ઇમામો, કસ્બા મસ્જીદ, નુરાની મસ્જીદ સહિતના ગ્રામ્ય વિસ્તારના મૌલાના સાહેબો હાજર રહી, તમામ ૧૦ દૂલ્હા દૂલ્હનોને કલ્મા પઢાવી નિકાહ સંપન્ન કરાવેલ. નિકાહ બાદ તમામ દુલ્હા દૂલ્હનોને સોના ચાંદીના દાગીના અર્પણ કરાયા હતા. બાદમાં પ્રસંગ અનુરૂપ શકિલ એહમદ પીરઝાદા એ પ્રવચન આપેલ તેમાં ઇસ્લામી કાનૂન મુજબ દૂલ્હા દૂલ્હન પોતાનું ઘર ચલાવે તેવી શીખ આપીને દૂઆ ગુજારી હતી. નિકાહ ખ્વાની બાદ તમામ મહેમાનોને સામૂહિક જમણવાર બાદ વિદાય અપાઇ હતી તે પ્રસંગે ઘરવખરીની ૧૦૦થી વધુ ચીજ વસ્તુઓ દૂલ્હા દૂલ્હનના વડીલોને સોંપાઇ હતી.
સાથેની તર્સ્વીરોમાં દૂલ્હા દૂલ્હનો તથા સ્ટેજ પર રહેલા અગ્રણીઓ અને હાજરજનો તેમજ ઘરવખરીની વસ્તુઓ સામેલ જોવા મળે છે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
