<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

વાંકાનેર રોડ પર ખેરવા ગામ પાસે સ્‍પીડ બ્રેકર ઉપર સફેદ પટ્ટા - રીફલેકટર લગાવો

આર.ટી.આઇ. એક્‍ટિવીસ્‍ટ ગજેન્‍દ્રસિંહ ઝાલાની માંગણી

રાજકોટ તા. ૨ : આર.ટી.આઇ. એકટીવીસ્‍ટ અને સામાજીક આગેવાન ગજેન્‍દ્રસિંહ ઝાલાની યાદીમાં જણાવાયુ છે કે કુવાડવાથી વાંકાનેર સ્‍ટેટ હાઇવે રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાં આવે છે. આ હદમાં ખેરવા ગામ પાસે હાઇવે પર જે સ્‍પીડ બ્રેકરો છે તે વાહન ચાલકોના ટાટીયા તોડી નાખે અને ફેકચર કરી નાખે તે રીતે અડચણ ઉભી કરી રહ્યા છે.

આ સ્‍પીડ બ્રેકરો પર સફેદ પટ્ટા પણ સાવ ભુસાઇ ગયા છે. રેડીયમ રીફલેકટર પણ આંધળા બની ગયા છે. રાત્રીના સમયે કોઇ વાહન ચાલક ઉછળીને અકસ્‍માતનો ભોગ બને તે પહેલા તંત્ર જાગે અને સ્‍પીડ બ્રેકર ઉપર સફેદ પટ્ટા લગાવવા તથા રેડીયમ રીફલેકટર લગાવવા તસ્‍દી લ્‍યે તેવી આર.ટી.આઇ. એકટીવીસ્‍ટ ગજેન્‍દ્રસિંહ ઝાલાએ માંગણી ઉઠાવી છે.

(11:28 AM IST)