<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

મેટોડામાં પોલીસની ફરજમાં રૂકાવટ કરી જીપમાં તોડફોડ કરનાર હોટેલ સંચાલકની ધરપકડ

પોલીસને ફોનમાં ગાળો ભાંડનાર હોટેલ સંચાલકના ભાઇ પ્રદીપસિંહની શોધખોળ

રાજકોટ તા.૧૨: મેટોડા જીઆઇડીસીમાં પોલીસની ફરજમાં રૂકાવટ કરી જીપમાં તોડફોડ કરનાર હોટેલ સંચાલકની પોલીસે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્‍યું હતું. તેમજ પોલીસને ફોનમાં ગાળો ભાંડનાર હોટેલ સંચાલકના ભાઇની શોધખોળ હાથધરાઇ છે.

મેટોડા GIDC પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. એસ.એચ.શર્મા તથા પો.સબ ઇન્‍સ. એન.બી.ઝાલા, પોલીસ સ્‍ટાફ સાથે સરકારી વાહનમાં કોમ્‍બીંગ નાઇટ રાઉન્‍ડમાં હતી તે દરમ્‍યાન મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં.૧ ની સામે આવેલ શ્રી હરસિધ્‍ધી હોટલ વાળી જગ્‍યા ગે.કા જગ્‍યામાં ઉભી કરેલ હોય અને વિવાદ વાળી જગ્‍યા હોય જ્‍યા અવાર નવાર ઝઘડાઓ થતા હોય અને આ જગ્‍યા અસામાજીક તત્‍વોનો અડ્ડો હોય તેમજ રાજકોટ અર્બન ડેવલોપમેન્‍ટ ઓથોરીટી (RUDA) દ્વારા હોટલ બંધ કરવા અંગેની નોટીસ પાઠવેલ હોય તેમ છતા હોટલ માલીકે ધંધો ચાલુ રાખેલ હોય તેમજ મોડી રાત્રીના એકાદ વાગ્‍યાના આસપાસ આ હોટલે લોકોનું ટોળુ એકઠુ થયેલ હોય જેથી ટોળાને પોત પોતાના ઘરે જતા રહેવાનું કહેતા, હોટલ માલીક બળવંતસિંહ પ્રતાપસિંહ પરમાર રહે.વડવાજડી તા.લોધીકા જી.રાજકોટ વાળો એકાએક ઉસ્‍કેરાઇ જઇ સાથેના પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ યોગીરાજસિંહ અજયસિંહ તથા પ્રવિણભાઇ મોહનભાઇ સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝપાઝપી કરવા લાગે જેથી તેઓને કાયદો હાથમાં નહી લેવા સમજાવેલ, અને આ બળવંતસિંહ જાહેર સુલેહ શાંતીનો ભંગ ન કરે જેથી તેને પોલીસની સરકારી બોલેરો જીપમાં પાછળની શીટમાં બેસાડી પોલીસ સ્‍ટેશન ખાતે લાવવા તજવીજ કરતા હતા, તે દરમ્‍યાન બળવંતસિંહે સરકારી બોલેરો જીપના પાછળના દરવાજાના કાચને પાટુ મારી કાચ તોડી નાખી સરકારી જાહેર મિલ્‍કતને નુકશાન કરેલ હોય જેથી પો.સ્‍ટે. ખાતે લાવી તેના વિરૂધ્‍ધ પોલીસની ફરજમાં રૂકાવટનો તથા સરકારી મિલ્‍કતમાં નુકશાન પહોચાડવાનો ગુન્‍હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપી બળવંતસિંહ પ્રતાપસિંહ પરમારનું જેલ વોરંટ ભરી આપતા જેલ હવાલે કરવામાં આવેલ છે.

તેમજ બનાવ સમયે આરોપી બળવંતસિંહે તેના ભાઇ પ્રદીપસિંહ પરમાર રે.વડવાજડીને ફોન કરતા તેઓ સ્‍પીકર ઉપર ફોનમાં પોલીસને ગાળો ભાંડી ફરજમાં રૂકાવટ કરતા તેની સામે ગુન્‍હો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરાઇ છે.

(12:05 PM IST)