તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
જૂનાગઢમાં દૂકાનમાંથી વાયર ચોરી જનાર તસ્કર રીક્ષા સાથે ઝડપાયો : રાજકોટના અન્ય ત્રણ આરોપીની તપાસ

જૂનાગઢ,તા.૨ : જુનાગઢ એ.ડિવી.પો.સ્ટે. વિસ્તારના જુનાગઢ જી.આઇ.ડી.સી-૨ મારૂતી હોટલ પાછળ સાગર ટેલરની બાજુમાં ક્રિષ્ના મોટર રીવાઇડીંગ નામની ફરીયાદી ચંદુલાલ ભગવાનજીભાઇ કાપડીયાની દુકાનમાં કોઈ અજાણ્યા ચોર ઇસમો બારીનો દરવાજો તથા જાળીની ગ્રીલ તોડી દુકાનમાં રહેલ વિવિધ -કારના વાયરો (કેબલો) જેની કિ.રૂ-૯૬૭૦૦/- ની ચોરી કરી લઈ ગયેલ હોય
નેત્રમ શાખાના સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી હ્યુમન સોર્સથી હકીકત મળેલ કે ચોરીમા ગયેલ મુદામાલ સાથે એક ઇસમ ગીરનાર દરવાજાથી બજાજ મેક્ષીમા લીલા કલરની સી.એન.જી. ઓટો રીક્ષા લઈને નિકળનાર છે જે હકીકત આધારે વોચમાં રહેતા ચોર ઇસમ ઓટો રીક્ષા સાથે મળી આવતા આ કામનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ થયેલ હતો
પકડાયેલ આરોપી નરેશભાઈ બાબુભાઈ દુધરેજીયા બાવાજી રહે- રાજકોટ રામાપીર ચોકડી બંસીધર પાર્કની બાજુમાં મફતીયાપરા તથા પકડાવાના બાકી આરોપી ચેતનભાઈ દેવીપુજક રહે,રાજકોટ ખોડીયાર પરા શાક માર્કેટની બાજુમાં, કિશન ઉર્ફે બાવ દેવીપુજક રહે, રાજકોટ સોલવન ૨૫ વારીયા રાજકોટ, દિકુ હરીભાઈ દે.પુ. રહે. ગોંડલ રોડ લોહાર નગર મફતીયા પરા છે. જ્યારે કબ્જે કરાયેલ મુદ્દામાલ કોપરના તાર આશરે ૫૧ કિ.ગ્રા. કિ.રૂ. ૫૫,૦૦૦/-
બજાજ ઓટો કંપનીની મેક્ષીમા મોડલની ઞ્થ્-૦૩-ઘ્વ્-૧૮૪૬ ઓટો રીક્ષા કિ.રૂ.૭૫,૦૦૦/- છે. એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.કે.પરમાર તથા પો.સબ.ઇન્સ વાચ એન.સોલંકી તથા નેત્રમ શાખાના પો.સબ ઇન્સ પી.એચ.મશરૂ તથા એ.એસ.આઇ. ભદ્રેશભાઈ રવૈયા તથા એ.એસ.આઇ. પંકજભાઇ સાગઠીયા તથા પો.હેડ.કોન્સ તેજલ સિંધવ તથા પો.કોન્સ કલ્પેશભાઈ ચાવડા તથા જીગ્નેશભાઇ શુકલ તથા અજયસિંહ ચુડાસમા તથા જયેશભાઇ કરમટા તથા નીતીનભાઇ હીરાણી તથા નરેંદ્રભાઈ બાલસ તથા વિક્રમભાઇ છેલાણા તથા જુવાનભાઈ લાખણોત્રા તથા નેત્રમ શાખાના તથા વુ.પો.કોન્સ અંજનાબેન ચવાણ તથા પો.કોન્સ વિજયભાઇ છેથા તથા વિક્રમભાઇ જીલડીયા નાઓએ સાથે રહી સારી કામગીરી કરેલ છે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
