News of Monday, 2nd June 2025
ચોરવાડમાં છાતીમાં દુઃખાવો ઉપડતા અરશીભાઇનું મોત
યુવાને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. રઃ માળીયાના ચોરવાડ ગામમાં રહેતા યુવાનને છાતીમાં દુઃખાવો ઉપડતા તેનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજયું હતું. મળતી વિગત મુજબ ચોરવાડમાં રહેતા અરશીભાઇ દેવજીભાઇ આહીર (ઉ.વ. ૩૭) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે કેશોદ બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક અરશીભાઇ ચાર ભાઇમાં બીજા નંબરના હતા તે ખેતી કરતા હતા આ અંગે ચોરવાડ પોલીસે કાર્યવાહી કરી હતી
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
