News of Monday, 2nd June 2025
પોરબંદર કોસ્ટગાર્ડ કવાટર્સમાં ઓપરેશન શીલ્ડ-મોકડ્રીલ

પોરબંદરઃ પોરબંદર જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે ‘‘ઓપરેશન શિલ્ડ'' અંતગર્ત કોસ્ટગાર્ડ રેસીડેન્સી ક્વાટર ધરમપુર પોરબંદર ખાતે ડ્રોન એટેકમાં રાહત અને બચાવની કામગીરીની મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ મોકડ્રીલમાં કોસ્ટગાર્ડ ક્વાટરના સ્થળેથી ૧૦૮ એમ્બ્યુલન્સ, સુરક્ષા દળો તૈનાત કરી તાત્કાલિક રેસ્કયુ, રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમજ મોક ડ્રીલમાં પોલીસ સહિતનાં સુરક્ષા જવાનો,નેશનલ કેડેટ કોર્પ્સ ,આરોગ્ય સ્ટાફ દ્વારા ઈજાગ્રસ્તોને સ્ટ્રેચર પર દ્વારા એમ્બ્યુલન્સ વાનમાં હોસ્પિટલ્સમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને અન્ય લોકોને સુરક્ષિત સેફ હાઉસમાં લઈ જવામાં આવ્યા હતા. આ મોકડ્રીલમાં આગામી સમયમાં જો કોઈ બનાવ બને તો અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અને મદદ મળી રહે તે માટે વિવિધ એજન્સીની સતર્કતા અને કામગીરીનું એનાલિસિસ કરી એવી સ્થિતિમાં સેવાઓને વધુ સારી રીતે અને ઝડપથી ઉપલબ્ધ કરાવી શકાય તે માટે મોકડ્રીલ બાદ સિનિયર અધિકારીઓએ સંબંધિત વિભાગોના જવાનો કર્મચારીઓ અને જોડાયેલા વિભાગોને માર્ગદર્શન આપ્યુ હતું. ઇન્ચાર્જ કલેકટર શ્રી બી . બી.ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘‘ઓપરેશન શિલ્ડ'' અંતગર્ત કોસ્ટગાર્ડ રેસીડેન્સી ક્વાટર ધરમપુર પોરબંદર ખાતે ડ્રોન એટેકમાં રાહત બચાવવાની કામગીરી કઈ રીતના કરી શકાય તે માટેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેહરુ યુવા કેન્દ્ર , અનેસીસી, પોલીસ, બીએસએફ , કોસ્ટગાર્ડ સહિતના સુરક્ષા એજન્સીના જવાનો, આરોગ્ય,૧૦૮ એમ્બ્યુલન્સ સહિતના દ્વારા રાહત બચાવની કામગીરી કરવામાં આવી હતી. મોકડ્રીલની તસ્વીરો
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
