<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

રાણાવાવના આશિયાપાટમાં મેગા ડેમોલેશનઃ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી પ કરોડની જમીન ખુલી કરાવાય

સરકારી જમીન ઉપર મોટાપાયે આંબાનું વાવેતર કરી નાખ્‍યુ હતું: અનેક નોટીસો છતાં દબાણકર્તાઓએ સ્‍વૈચ્‍છાએ પેશકદમી હટાવી નહોતી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર :.. રાણાવાવના આશિયાપાટમાં તંત્ર દ્વારા સરકારી ખરાબા ઉપર ગેરકાયદે દબાણો બુલડોઝર દ્વારા હટાવીને પ કરોડની જમીન ખૂલી કરી હતી.

રાણાવાવના બીલેશ્વર સામે આવેલા આશિયાપાટમાં સરકારી ખરાબાની જમીન ઉપર મોટે પાયે આંબાનું વાવેતર કરી નાખ્‍યું હતું. આ સરકારી જમીન ઉપર ગેરકાયદે પેશકદમી સ્‍વૈચ્‍છાએ હટાવવા અનેક નોટીસો તંત્ર દ્વારા અપાય હતી.

છતાં આવી નોટીસોને દબાણ કરનારાઓ ગણકારતા નહોતાં. દબાણકર્તાઓએ સ્‍વૈચ્‍છાએ દબાણ નહી હટાવવાની કામગીરી શરૂ કરી હતી. હુકમ મુજબ રાણાવાવ મામલતદારે ગેરકાયદે દબાણ ઉપર બુલડોઝર ફેરવીને ૪ હેકટરથી વધુ જમીન ખુલી કરી હતી. આ દબાણ હટાવેલ જમીનની કિંમત રૂા. પ કરોડ જેવી થાય છે.

રાણાવાવ મામલતદારે પોલીસ ટીમની હાજરીમાં ગેરકાયદે પેશકદમી હટાવવા ઓપરેશન હાથ ધર્યુ હતું

(1:47 PM IST)