News of Monday, 2nd June 2025
ગ્રામીણ વિદ્યાર્થીઓને સશકત બનાવે છે ટાટા પાવરનો STEM તથા ઇ-વિદ્યા પ્રોગ્રામ

રાજકોટ તા. ૨ : ટાટા પાવરનું મુંદ્રા થર્મલ પાવર સ્ટેશન (એમટીપીએસ) તેના STEM તથા ઇ-વિદ્યા પ્રોગ્રામ સાથે ગ્રામીણ ગુજરાતમાં વિજ્ઞાન અને ડિજિટલ શિક્ષણમાં પરિવર્તન લાવી રહ્યુ છે.
મુંદ્રા અને માંડવીની ૨૬ સ્કુલોમાં અમલ કરાયેલ આ પહેલથી સુવિધાઓથી વંચિત સમુદાયોના ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને પ્રોજેકટ આધારિત શિક્ષણ, ડિજિટલ સાક્ષરતા અને આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સથી સશકત કરવામાં આવ્યા છે.
જેનાથી વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભવિષ્યની કારકીર્દી માટે મજબૂત પાયો નંખાયખે છે. ધો.૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે બનાવાયેલ STEM પ્રોગ્રામ અનુભવ આધારિત શિક્ષણ રજુ કરે છે. જેમાં વૈજ્ઞાનિક સિધ્ધાંતોને વાસ્તિવિક વિશ્વમાં લાગુ કરવા પર ભાર મૂકવામાં આવે છે. ડિજિટલ સમાવેશને વધુ ટેકો આપવા માટે ટીમે કમ્પ્યુટર સ્કીલ્સ, ઇન્ટરનેટ સેફટી અને એથિકલ ડિજિટલ બિહેવીયરમાં સ્ટ્રકચર્ડ ટ્રેનિંગ સાથે STEM લર્નિંગને પૂરક બનાવે તેવો વ્યાપક ડિજિટલ લિટરસી પ્રોગ્રામ ઇ-વિદ્યા લોન્ચ કર્યો છે. આ પ્રોગ્રામ ૧૫ STEM અને ૧૫ ડિજિટલ લિટરસી મોડયુલ્સ પુરા પાડે છે. જે ટેકનિકલ શિક્ષણને આવશ્યક ડિજિટલ લાઇફ સ્કીલ્સ સાથે ભેળવે છે. (
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
