News of Monday, 2nd June 2025
જસદણ પાસે રાશનના ચોખાનો જંગી જથ્થો પકડાયો
આટકોટ પાસેથી મયુર મોરી નામના શખ્સ ટ્રકમાં ૩૦૦ બોરી ચોખાનો જથ્થો ભરી બાવળા તરફ મોકલે તે પહેલા રૂરલ એસઓજીએ ઝડપી લીધોઃ ટ્રક સહિત ૧૬.૮ર લાખનો મુદામાલ કબ્જ રૂરલ એસઓજીના પી.એસ.આઇ. કે. એમ. ચાવડા તથા ટીમે ચોખા ભરેલો ટ્રક કબ્જે કરી પુરવઠા ખાતાને જાણ કરીે

તસ્વીરમાં ચોખા ભરેલ ટ્રક અને ડ્રાઇવર નજરે પડે છે.
રાજકોટ તા. રઃ જસદણ પાસેથી રૂરલ એસ.ઓ.જી.એ સસ્તા અનાજના ચોખાનો જંગી જથ્થો ૩૦૦ બોરી ભરી ટ્રક પકડી પાડી પુરવઠા ખાતાને જાણ કરી છે. આટકોટ પાસેથી મયુર મોરી નાના શખ્સે આ ચોખાનો જથ્થો ભરી બાવળા તરફ મોકલે તે પહેલા રૂરલ એસઓજીએ આ કારસ્તાન ઝડપી લીધું હતું.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહ દવારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદે સસ્તા અનાજ ઘઉં, ચોખાના જથ્થાનો સંગ્રહ કરી વેચાણ કરતા ઇસમો કે વેપારી ઉપર કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એફ. એ. પારગીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાનો સ્ટાફ પો. સબ ઇન્સ. કે. એમ. ચાવડા સાથે જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન સંયુકત રીતે ખાનગી હકિકત મળેલ કે, આટકોટથી બાવાળ તરફ એક ટાટા કંપનીનો માલવાહક ટ્રક જેના રજી. નં. જીજે-૧ર-બીડબલ્યુ-૯૪૩રમાં શંકાસ્પદ અનાજનો જથ્થો ભરી ટ્રકનો ચાલક નીકળનાર છે. જે સચોટ હકિકત આધારે જસદણ ગઢડીયા ચોકડી વોચ તપાસ ગોઠવી રેઇડ કરતા ડ્રાઇવર ઇસમ અવધકિશોર વિશ્વનાથ રાયના કબ્જા ભોગવટાવાળા ટ્રકમાંથી કોઇપણ બીલ કે આધાર વગર ચોખાનો જથ્થો બોરીઓ નંગ-૩૦૦ (ર૭૩૦પ કિ.ગ્રા.) (ર૭.૩૦પ) ટન મળી આવતા જસદણ પો. સ્ટે. ખાતે ધોરણસર કાર્યવાહી કરેલ છે.
પોલીસના જણાવ્યા મુજબ આ ચોખાનો જથ્થો મયુર નિલેશભાઇ મોરી હાલ રહે, જસદણ બાયપાસ સર્કલ, વડલાવાડી તા. જસદણ મુળ રહે. બોટાદ હણકુઇ વિસ્તાર તા. જી. બોટાદ એ ટ્રકમાં ભરી આપી બાવળા તરફ મોકલતો હતો તે પૂર્વે જ પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે ટ્રક કિં. ૧૦ લાખ તથા ચોખાનો જથ્થે કિ. ૬,૬ર,૬રપ મળી કુલ ૧૬.૮ર,૬રપનો મુદામાલ કબ્જે કરી પુરવઠા ખાતાને જાણ કરી છે.
આ કાર્યવાહી એફ.એ. પારગી પોલીસ ઇન્સ્પેકટર રૂરલ એસઓજી, કે. એમ. ચાવડા તથા પી. બી. મિશ્રા પો. સબ ઇન્સ. હેડ કોન્સ. શિવરાજભાઇ ખાચર, વિજયભાઇ વેગડ, પ્રહલાદસિંહ રાઠોડ, મયુરભાઇ વિરડા, વિરરાજભાઇ ધાધલ, પો. કોન્સ. વિપુલભાઇ ગોહીલ, વિજયગીરિ ગૌસ્વામી તથા ચીરાગભાઇ કોઠીવાર સહિતના સ્ટાફે કરી હતી. (૭.ર૬)
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
