<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

સુરેન્દ્રનગરમાં શ્રી વાઘેશ્વરી સેવા ગ્રુપ દ્વારા સમગ્ર ઝાલાવાડના સોની સમાજ માટે આંખના નિદાન તથા સારવાર કેમ્પ યોજાયો

કેમ્પમાં કુલ 217 લાભાર્થીઓએ લાભ લીધો : એ.કે. મોડેસરા ટ્રસ્ટ દ્વારા 201 લાભાર્થીને ચશ્મા તેમજ 158 લાભાર્થીને દવાનું નિશુલ્ક વિતરણ: ઓપરેશન લાયક દર્દીઓની પણ વ્યવસ્થા કરાઈ

સુરેન્દ્રનગર મુકામે શ્રીમાળી સોની સમાજ ના શ્રી વાઘેશ્વરી સેવા ગ્રુપ દ્વારા સમગ્ર ઝાલાવાડના સોની સમાજ માટે એક આંખના નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું .આ કેમ્પમાં કુલ 217 લાભાર્થીઓએ લાભ લીધો હતો  જેમાં 201 લાભાર્થીને ચશ્મા શ્રી એ કે મોડેસરા ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જયારે 158 લાભાર્થીને દવાનો નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ  છ ઓપરેશન લાયક દર્દીઓને મફત ઓપરેશનનીવ્યવસ્થા કરી આપવામાં આવી હતી  

  આ સમગ્ર કેમ્પમાં વાઘેશ્વરી સેવા ગૃપ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો,  ખાસ કરીને અશોકભાઈ.  જીતુભાઈ . શૈલેષભાઈ.  નિલેશભાઈ સહીત તમામ સોની સમાજે ખૂબ જ જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો  આ પ્રસંગે સમગ્ર જિલ્લામાંથી અગ્રણી પ્રકાશભાઈ સોની, ભરતભાઈ પાટડીવાળા. મહિલા કોર્પોરેટર સ્વાતિબેન માંડલિયા સહીત  સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહી અને પ્રોત્સાહન આપ્યું હતું.

(7:29 PM IST)