<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

પડધરી ગામમાં 3000 રહેણાંક મકાનમાંથી 1500 ઘરમાં સોલાર યોજના કાર્યરત :અનેકગણો વિજબીલમાં ફાયદો

લોકો પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો ભરપૂર લાભ લઇ રહ્યા છે: પડધરીના સરપંચ, ઉપસરપંચ અને તલાટી મંત્રી સહિતનાઓના ઘરોમાં સોલાર પેનલ

રાજકોટ: પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ રાજકોટ શહેર અને જિલ્લામાં અનેકગણો ફાયદો લોકોએ મેળવ્યો છે. રાજકોટ જિલ્લાના પડધરી ગામમાં 3000 રહેણાંક મકાન છે જેમાંથી 1500 જેટલા મકાનમાં સોલાર યોજના કાર્યરત છે. લોકોને અનેકગણો વિજબીલમાં ફાયદો મળી રહ્યો છે

 મોટા ભાગના ઘરોમાં સોલાર પેનલના દ્રશ્યો પડધરી ગામમાં જોવાઈ રહ્યા છે, પડધરી ગ્રામ પંચાયત સહિત ગામના 1500 રહેણાંક મકાનોમાં સોલાર પેનલ લાગેલી છે. લોકો પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો ભરપૂર લાભ લઇ રહ્યા છે. પડધરીના સરપંચ, ઉપસરપંચ અને તલાટી મંત્રી સહિતનાઓના ઘરોમાં સોલાર પેનલ લાગેલી છે અને અન્યને પણ સોલાર યોજનાનો લાભ લેવા તેઓ પ્રેરણા પર આપી રહ્યા છે. પડધરી ગ્રામ પંચાયતમાં છેલ્લા 3 વર્ષથી સોલાર લાગેલ છે. સરકારી યોજના હેઠળ સોલાર લગાવવાને કારણે 3 વર્ષથી વિજળીનું બિલ શૂન્ય આવી રહ્યું છે, જે પહેલા 1 મહિનાનું રૂપિયા 3500 આવતું હતું.

 

(8:19 PM IST)