તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Tuesday, 3rd June 2025
મોરબીમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘તમાકુ નિષેધ દિવસ’ની ઉજવણી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ અન્વયે પરિમલ પ્રાથમિક શાળા વિસીપરા ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિસીપરા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર રાહુલભાઈ પરમાર દ્વારા કિશોરીઓને તમાકુના સેવનથી થતા નુકશાન અંગે વિગતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોરબી મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર મયુરભાઈ સોલંકી દ્વારા મહિલાઓ દ્વારા કરવામાં આવતા તમાકુના સેવન અને તે અંગેની અસરો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ તકે તમાકુ અંગેની જાગૃતિ માટેની રંગોળી સ્પર્ધા થકી કિશોરીઓએ તમાકુ નિષેધ અંગે સંદેશો આપ્યો હતો. આ સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહિત ઈનામ અપાયા હતા.
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
