<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

ભુજ કોમ. બેંકની ઈમેઇલ ફરિયાદ કરી કાંકરીચાળો કરનાર ભુજનું મોટું માથું કોણ?

સત્તા કે રાજકારણ જવાબદાર છે? સમાજમાં ચર્ચા, ગાંધીનગર, વેરાવળ અને ભુજ સુધી પડઘા બાદ પોલીસ તપાસમાં શું નીકળે છે? ૧૦ હજારથી વધુ સભાસદ ધરાવતી શાંત રીતે ચાલતી વ્યાપારી બેંક ઈમેલ પ્રકરણ બાદ ચર્ચામાં

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ :ભુજ સહિત સમગ્ર કચ્છમાં સારું નામ અને વ્યાપારીઓની બેંક તરીકે પ્રતિષ્ઠા ધરાવતી ભુજ કોમર્શિયલ બેંક ઈમેઈલ ફરિયાદ પ્રકરણ બાદ ચર્ચામાં આવી ગઈ છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસ તપાસનો ધમધમાટ ચાલુ છે. હાલના તબક્કે ભુજ, ગાંધીનગર અને વેરાવળ સુધી પડઘા પડ્યા છે હવે આગળ શું થશે? ૧૦ હજાર થી વધુ સભાસદો ધરાવતી ભુજ કોમર્શિયલ બેંકનું પ્રકરણ હાલે ભુજ સહિત સમગ્ર કચ્છમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. લોહાણા અને જૈન સમાજનું બહુમતિ પ્રતિનિધિત્વ ધરાવતી આ બેંક સભાસદોની આંતરિક ચૂંટણી સમયને બાદ કરતા સામાન્ય રીતે શાંત વહીવટની છાપ ધરાવે છે. વેરાવળ લોહાણા સમાજના આગેવાન ગિરીશ કનૈયાલાલ ઠક્કરની ધરપકડ બાદ હવે અહીં સ્થાનિકે કોનું નામ ખુલે છે? પોલીસ તપાસ ઉપર સૌની નજર છે. જોકે, આ પ્રકરણમાં ભુજનું કોઈ મોટું માથું હોઈ શકે છે એવી ગુસપુસ અને ચર્ચા છે. સત્તા કે રાજકારણ એ બેમાંથી કયુ કારણ છે એ તો પોલીસ તપાસ બાદ જ સત્ય ઉજાગર થશે. પરંતુ હાલે શાંત જળમાં કાંકરીચાળો કોણે કર્યો હશે એ ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે.

(9:45 AM IST)