<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

જસદણમાં ૭ એકર જગ્‍યામાં રૂ.૮.૪૦ કરોડના ખર્ચે અદ્યતન રમત ગમત સંકુલ તૈયાર : ભુપેન્‍દ્રભાઇના હસ્‍તે વર્ચ્‍યુઅલ ઉદઘાટન થશે

ટેબલ ટેનીસ, બાસ્‍કેટ બોલ, કબડ્ડી, ખો ખો, જિમ, યોગા, જુડો, ચેસ, વેટલીફટ, એથ્‍લેટિકસ, ફૂટબોલ, હેન્‍ડબોલ, વોલીબોલ સહિત ૧૫ થી વધુ ઇન્‍ડોર-આઉટડોર રમતો માટેની સુવિધા

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૩: જસદણના ધારાસભ્‍ય કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મંત્રી બન્‍યા બાદ જસદણમાં વિકાસના દ્વાર ખુલ્‍યા છે ત્‍યારે વિકાસના વધુ એક પ્રકલ્‍પ એટલે કે જસદણમાં સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે.

ખેલાડીઓને તાલીમ સાથે  નજીકના સ્‍થળે જ તમામ સુવિધાઓ સાથેના રમત સંકુલની વ્‍યવસ્‍થા કરવામાં આવે તેવા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના વિઝન સાથે રાજ્‍ય સરકાર દ્વારા રમત ગમતને વિશેષ પ્રોત્‍સાહન આપવા તાલુકા સ્‍તરે પણ વિશાળ રમત સંકુલના નિર્માણ કરવામાં આવી રહ્યા છે. ત્‍યારે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે જસદણવાસીઓને તાલુકા કક્ષાના વિશાળ રમત સંકુલની ભેટ મળશે.

જસદણ ખાતે જીલેશ્વર પાર્ક નજીક ચોટીલા રોડ ઉપર આશરે ૭ એકર જમીનમાં અંદાજે રૂ.૮.૪૦ કરોડના ખર્ચે તાલુકા કક્ષાના રમત સંકુલનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. સંકુલ ખાતે ઇન્‍ડોર રમતો જેવી કે ટેબલ ટેનીસ, બાસ્‍કેટ બોલ, કબડ્ડી, ખો ખો, જિમ, યોગા, જુડો, ચેસ, વેટ લીફટ તથા આઉટડોર ગેમ્‍સમાં એથ્‍લેટિકસ, ફૂટબોલ, હેન્‍ડ બોલ અને વોલીબોલની રમતો માટે સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે.

તમામ રમતો માટે આવશ્‍યક ગુણવત્તાસભર સાધનો સાથે ૧- ખો-ખો કોર્ટ, ૧- વોલીબોલ કોર્ટ, એથલેટિક્‍સ માટે ૨૦૦ મીટર રેડ મડી ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્‍ડ, મલ્લખમ માટે વિશાળ જગ્‍યા, જૂડો, કરાટે, યોગા, મેડીટેશન માટે મલ્‍ટીપર્પઝ હોલ, ખેલાડીઓ માટે ચેન્‍જિંગ રૂમ, શૌચાલય અને વિશાળ ર્પાકિંગની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.  જસદણ વિસ્‍તારના ખેલાડીઓને ઘર આંગણે જ ઉત્‍કળષ્ટ તાલીમ મળી રહિ છે જેથી હવે ૨૦૩૭માં ઓલિમ્‍પિકની યજમાની કરનારા ગુજરાતમાંથી જ વિવિધ રમતોમાં ઉત્‍કળષ્ટ પ્રદાન આપનાર ખેલાડીઓ ગુજરાતને મળશે. તા. ૨૮-૪-૨૦૨૩ ના રોજ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્‍તે આ રમતગમત સંકુલના નિર્માણ માટે  ભૂમિપૂજન થયું હતું. માત્ર બે જ વર્ષના ટૂંકા ગાળામાં અધ્‍યતન સંકુલ તૈયાર થઈ જતા જસદણ વિસ્‍તારના રમતગમત પ્રેમી લોકોમાં આનંદની લાગણી ફેલાણી છે.

(9:51 AM IST)