<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

લોધીકા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ

 

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા તા. ૩ :... લોધીકા તાલુકા ની બાલસર   ગ્રામપંચાયતની સામાન્‍ય ચુંટણી માં સામાન્‍ય મહીલા તેમજ કાંગશીયાળી સરપંચ ની પેટા ચૂંટણી મા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ ઉમેદવાર   તેમજ ચીભડા ગ્રામપંચાયતમા  સરપંચ ની પેટા ચૂંટણી મા અનુસુચિત જાતિ મહિલા ઉમેદવાર ફોર્મ ભરી શકાશે.

ચિભડા ગ્રામપંચાયત વોર્ડ નં ૭ બીન અનામત સામાન્‍ય તેમજ વોર્ડ નં ૮ અનુસુચિત આદિજાતિસ્ત્રી ની પેટા ચૂંટણી યોજાશે

અભેપર- રતનપર ચાંદલી હરીપર (ત) પાળ પારડી સાંગણવા અનુસુચિત આદિજાતિસ્ત્રી વોર્ડ  ઉમેદવાર નુ ફોર્મ ભરી શકાશે તો જેતાકુબ ખાંભા ગ્રામપંચાયત વોર્ડ પેટાચૂંટણી માટે બિન અનામત સામાન્‍ય ઉમેદવાર ફોર્મ ભરી શકશે દેવળા વોર્ડ નં ૨ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ વર્ગ વોર્ડ નં ૮ અનુસુચિત આદિજાતિ ના ઉમેદવાર ફોર્મ ભરી શકાશે નગરપીપળીયા વડ વાજડી માં અનુસુચિત આદિજાતિ ના ઉમેદવાર ફોર્મ ભરી શકાશે

તેમજ તા ૧૧ જુન ના રોજ સાંજે તમામ સામાન્‍ય તેમજ પેટા સરપંચ વોર્ડ  સભ્‍ય ચુંટણી નુ ચિત્ર સ્‍પષ્ટ થઇ જશે.

ચુંટણી પંચ દ્વારા તા.૨૮ મે ૨૦૨૫  ના રોજ ચૂંટણી ની તારીખ જાહેર કરવામાં આવેલ તેમજ ૨ જુન ૨૦૨૫ નારોજ  ચુંટણી નું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવલ તેમજ ફોર્મ ભરવાની છેલ્લી તા.૯ જુન ૨૦૨૫ ફોર્મ ચકાસણી તા.૧૦  જુન ૨૦૨૫ તેમજ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ ૧૧ જુન ૨૦૨૫ નિર્ધારિત કરવામાં આવેલ છે.

ત્‍યાર બાદ ચુંટણી

ચિત્ર સ્‍પષ્ટ થશે

 તેમજ  મતમદાન તા. ૨૨ જુન ૨૦૨૫ સવારના ૭ થી સાંજેના ૬ વાગ્‍યા સુધી મતદાન તેમજ ફેર  મતદાન કરવાની જરૂરિયાત પડેતો ૨૪ જુન ૨૦૨૫ના રોજ તેમજ તા.૨૫ જુન ૨૦૨૫ ના રોજ મતગણતરી બાદ પરીણામ જેમાં લોધીકા તાલુકા ના બાલસર ગ્રામપંચાયતની સામન્‍ય ચુંટણી તેમજ ચિભડા કાંગશિયાળી ગ્રામપંચાયત ના સરપંચ ની પેટા ચૂંટણી તેમજ નગરપીપળીયા દેવળા ખાંભા ચાંદલી જેતાકુબા રતનપર-અભેપર  સાંગણવા વડ વાજડી પાળ પારડી હરીપર (ત) સહિત ની ગ્રામપંચાયત ના સભ્‍યો ની પેટા  ચુંટણી યોજાશે.

(12:00 PM IST)