<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

થાનગઢના ખનીજ માફિયા પિતા પુત્ર ભાગેડુ જાહેર

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૩: થાનગઢ તાલુકાના જામવાળી ગામના રહીશ રણુભાઇ દાનાભાઇ અલગોતર તથા વિજયભાઇ રણુભાઇ અલગોતર દ્વારા ગેરકાયદેસર રીતે સરકારી સર્વે નંબર વાળી જમીનમાં ખુબ જ મોટા પ્રમાણમાં કાર્બોસેલ, સફેદ માટી તેમજ સેન્‍ડસ્‍ટોનનું ખનન, વહન અને વેચાણ કરી ખુબ જ મોટા પ્રમાણમાં ખનિજ ચોરી કરી, જાહેર સંપતિને ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાન કરતા હોવાથી પ્રથમ સમન્‍સ ઇસ્‍યુ કરવામાં આવેલ પરંતુ ગેરકાયદેસર પ્રવળતિઓ ચાલુ જ રાખતા હોવાથી બંને ઇસમોને હાજર કરવા અંગેનું વોરંટ ઇસ્‍યુ કરવામાં આવેલ હતુ પરંતુ બંને ઇસમો ફરાર થઇ ગયેલ હોવાથી સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટ ચોટીલા એચ.ટી.મકવાણાએ ભાગેડુ જાહેર કરી ૩૦ દિવસમાં તા.૦૧/૦૭/૨૦૨૫ ના રોજ બપોરના ૧૨/૦૦ કલાક સુધીમાં હાજર થવા ફરમાવવામાં આવેલ છે ઉકત બંને ઇસમો નિર્દિષ્ટ સમયમાં હાજર નહિ થાય તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૮૫ મુજબ તેઓની મિલકત જપ્તિ કરવા માટેની નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્‍યું હતું.(

(10:52 AM IST)