<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવનના સૂસવાટાઃ ગિરનાર રોપ-વે બંધ

મોડી રાત્રીના અને વહેલી સવારે ગરમીમાં રાહત જો કે બપોરના સમયે ‘લૂ' ફેંકતો પવન

રાજકોટ તા. ૩ :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે પણ પવનના સૂસવાટા યથાવત છે. જો કે આવા વાતાવરણ વચ્‍ચે અસહ્ય ઉકળાટ યથાવત છે.

માત્ર મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે પવનના કારણે ગરમીમાં થોડી રાહત અનુભવાય છે.

જો કે સવારે સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જ ઉકળાટનો અનુભવ થવા લાગે છે. અને બપોરના સમયે આકરો તાપ વર્તાય છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :  આજે પણ ગિરનાર રોપવે ભારે પવનના કારણે બંધ રહેતા પ્રવાસીઓ મુશ્‍કેલીમાં મુકાઈ ગયા હતા.

ગિરનાર પર્વત પર છેલ્લા ચાર દિવસથી પવન ફૂંકાઈ રહ્યો છે. આજે સતત પાંચમાં દિવસે પણ ગિરનાર પર્વત પર ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા સવારથી રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી. પાંચમા દિવસે પણ રોપવે સેવા બંધ રહેતા વેકેશનમાં અંતિમ દિવસોમાં રોકવાની સફર માણવા આવેલા પ્રવાસીઓ સહિતના યાત્રિકોને પરત ફરવું પડ્‍યું હતું.

દરમિયાન આજે જુનાગઢ શહેરમાં પવનની પ્રતિ કલાકની ઝડપ ૧૩.૩ કિલોમીટરની રહી હતી. સવારે લઘુતમ તાપમાન ૨૭.૯ ડીગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા રહ્યું હતું.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર, તરફથી તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૮.૬, મહત્તમ તાપમાન ૩૮.પ, ભેજનું પ્રમાણ ૭પ ટકા, પવનની ગતિ ૧૪.ર કિ. મી. રહી હતી.

(1:53 PM IST)