<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

ધ્રોલના ખારવા ગામે ગાડામાંથી પડી જતા સવિતાબેન હિન્‍સુનુ મોત

પતિ કાંતીલાલ સાથે વાડીએ જતા હતા ત્‍યારે ટ્રેકટર સાથે ગાડાનો હુક તૂટતા દુર્ઘટના

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૩: ધ્રોલના ખારવા ગામે પતિ-પત્‍ની ટ્રેક્‍ટર લઈને વાડીએ જતા હતા દરમિયાન ટ્રેક્‍ટર અને ગાડામાં વચ્‍ચે હુક તૂટી જતા ગાડામાંથી સવિતાબેન પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર બાદ મોત થયું છે.

ધ્રોલના ખારવા ગામ થી ઈટાળા ગામે જવાના રોડ પર શુક્રવારે સવારે સવિતાબેન કાંતિલાલ હિન્‍સુ ઉંમર વર્ષ ૪૭ પોતાના ટ્રેક્‍ટરના ગાડામાં બેસીને તેમની વાડીએ જતા હતા તેમના પતિ કાંતિલાલ ટ્રેક્‍ટર ચલાવતા હતા આ બંન્ને પતિ પત્‍ની તેમની વાડીએ જતા હતા દરમિયાન રસ્‍તામાં ટ્રેક્‍ટર અને ગાડા વચ્‍ચે હુક તૂટી જતા સવિતાબેન ગાડામાંથી પડી જતા તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી તાત્‍કાલિક રાજકોટ સિનર્જી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા. સારવાર બાદ સવિતાબેનનું મળત્‍યુ થયું આ બનાવથી ખારવા ગામમાં ભારે અરેરાટી વ્‍યાપી ગઇ છે. પ્ર ાથમિક વિગતો અનુસાર સવિતાબેનને સંતાનમાં બે દીકરી એક દીકરો છે જેમાં એક દીકરીના લગ્ન થયા જ અને એક દીકરો અને દીકરી જેના લગ્ન બાકી છે. ત્રણેય સંતાન માં વગરના નોંધારા બની ગયા. આ બનાવને લઈને કાંતિભાઈ જીવરાજભાઈ હિન્‍સુએ પોલીસને જાણ કરતા ધ્રોલ પોલીસ ડી.પી વઘોરાએ વધુ તપાસ હાથ ઘરી છે.

(11:12 AM IST)