News of Tuesday, 3rd June 2025
કચ્છ જિલ્લા ચાઈનાકલે એસોશીએશનની પ્રથમ કારોબારીમાં વિવિધ મુદાઓની વિસ્તૃત ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૩: ભુજ તાલુકાના માધાપર ગામે કચ્છ જિલ્લા ચાઈનાકલે એશોશીએસનની નવયુકત રચના થયા બાદ પ્રથમ વખત કારોબારી સમીતીની મીટીંગ મળી હતી. આ કાર્યકારી સમિતિની મીટીંગમાં ચાઈનાકલે ઉદ્યોગને લગતા વિવિધ મુદાઓની ખુબ જ વિસ્તળતમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ મીટીંગમાં તાજેતરમાં જ કચ્છ ચાઈનાકલે એશોશીએસનના પ્રમુખ તરીકે જેમને જવાબદારી આપવામાં આવી છે તેવા યુવા ઉદ્યોગપતિ ગોકુલભાઈ ડાંગરે સૌ સમિતિને સભ્યોને આવકારતા જણાવ્યું હતું કે આવનારા સમયમાં ચાઈનાકલે ઉદ્યોગ સાથે સંકળાયેલા લીઝ ધારકો, પ્લાન્ટ ધારકો અને અન્ય ધંધાર્થીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે હું સતત કાર્યરત રહીશ અને આજની મીટીંગમાં જેટલાપણ મુદાઓ પર ચર્ચા થઈ તે તમામ મુદે જિલ્લા કક્ષાએ, રાજય કક્ષાએ અને જરૂર પડે તો કેન્દ્ર કક્ષાએ જઈ તમામ સમસ્યાઓનું સૌ સાથે મળીને સમાધાન લાવવા આહવાન કર્યુ હતું.
તમામ મુદાઓ પર આગામી સમયમાં રજુઆત કરવા માટે એસોશીયેસનના ઉપપ્રમુખ શામજીભાઈ ઢીલા, શીવજીભાઈ બરાડીયા, ભરતભાઈ ડાંગર, મહામંત્રી હરીભાઈ માતા, ખજાનચી મોહીતભાઈ સોલંકી વગેરે પોતાના ઉદબોધનમાં ઉચ્ચકક્ષાએ જવું પડે તે માટે સૌ સાથે મળીને જવા આહવાન કર્યુ હતું.
આ મીટીંગમાં જે મહત્વના મુદ્દાઓ પણ ચર્ચા થઈ જેમાં જે પ્લાન ધારોકને માઈન્સમાંથી રોયલ્ટી મળી હોવા છતાં માલ વેચવા માટે જે ટી.પી. (ટ્રાન્જેકશન પાસ) બનાવવા પડે છે પરંતુ ચાઈના કલે ઉદ્યોગ સિવાયના તમામ મેન્યુફેકચરીંગ યુનીટમાં આવા કોઈપણ પાસની જોગવાઈ નથી તો આ ચાઈનાકલે ઉદ્યોગમાં માટે આ ટી.પી. સંપુર્ણ રીતે બંધ કરવમાં આવે.
તથા નવી લીઝની મંજુરી માટે લોક સુનાવણી થઈ ગઈ હોય અને ટોરની મંજુરી મળી ગઈ હોય એટલે કે ૯૫% મંજુરીની પ્રક્રિયા પુર્ણ થઈ જતા મા. ઈ.સી. ના વાંકે લીઝ ચાલુ કરવામાં વિલંબ થાય છે. જેની સમય મર્યાદામાં ઈ.સી. મેળવવાની શરતે આ લીઝ શરૂ કરવા મંજુરી આપવામાં આવે તેવી માંગણી કરવી.
તથા ચાઈનાકલે ઉદ્યોગમાંથી જે સીલીકા સેન્ડનો ઉત્પાદન થાય છે તે સિલીકા સેન્ડ તે એકસપોર્ટ કરવા માટે H.S.N. કોડ જલ્દીથી મળે તે માટે કેન્દ્રમાં રજુઆત કરવી.
તદઉપરાંત કોઈપણ કારણોસર માઈન્સ થી પ્લાન્ટ સુધી ગાડી સમય કરતાં મોડી પહોંચે છે તો એ ગાડી માટે રોયલ્ટી બ્લોક કરવામાં આવે છે તેમાં હેરાનગતી થતી હોઈ આ સમયમાં વધારો કરવમાં આવે તથા બ્લોક કરવાની પ્રક્રિયા નાબુદ કરવામાં આવે તેવી માંગણી કરવી.
આ સમગ્ર ચર્ચામાં કારોબારીના સદસ્યો અરજણભાઈ છાંગા, શીવજીભાઈ સાંઢા, પુનમભાઈ મકવાણા, હરીભાઈ ગોપાલભાઈ ડાંગર વગેરે ભાગ લઈ મુદાઓ પર ચર્ચા કરી હતી. આ મીટીંગમાં શામજીભાઈ કેરાસીયા, હરીભાઈ પટેલ, વૈભવરાજસિંહ વાઘેલા, પ્રતિકભાઈ ધોળુ, અશ્વિન પટેલ, લખમણ ગાગલ, અનીલ હુંબલ, દિપક બતા, હેરી આહિર, દિલીપસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહયા હતા. સમગ્ર મીટીંગનું સંચાલન ચાઈનાકલે એશોશીયેશનના સહમંત્રી દિપક ડાંગરે અને આભારવિધિ ઉપપ્રમુખ શીવજી બરાડીયાએ કરી હતી.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
