<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

લોધીકાના પાળ ગામમાં જમ્‍યા બાદ દંપતિને ઝેરી અસર થતા દાખલ

ગોંડલના બંધીયામાં માનસીક બીમારીથી કંટાળી રાહુલે ઝેરી દવા પી લેતા રાજકોટ ખસેડાયો

રાજકોટ, તા., ૩: લોધીકાના પાળ ગામ નજીક ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક દંપતીને જમ્‍યા બાદ ઝેરી  અસર થતા  સારવાર માટે સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા.

મળતી વિગત મુજબ લોધિકા તાલુકાના પાળ ગામ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં રહેતા કાળુભાઈ વિરજીભાઈ ડામોર (ઉ.વ.૩૯) અને તેમના પત્‍ની ગીતાબેન કાળુભાઈ ડામોર (ઉ.વ.૩૯) સાંજના છએક વાગ્‍યાના અરસામાં પોતાના ઘરે હતા ત્‍યારે દંપતીને જાડા ઉલટીની બીમારી સબબ તાત્‍કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતા. પ્રાથમિક તપાસમાં મગની દાળ અને રોટલી ખાધા બાદ ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાનું જાણવા મળ્‍યું છે.

જયારે બીજા બનાવમાં ગોંડલ તાલુકાના બંધીયા ગામે રહેતા રાહુલ ચંદુભાઈ મકવાણા  (ઉ.વ.ે ૨૨) રાત્રે  પોતાના ઘરે હતો ત્‍યારે માનસિક બીમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યો હતો.  પ્રાથમિક તપાસમાં રાહુલ મકવાણા બે ભાઈમાં નાનો અને અપરિણીત છે. માનસિક બીમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્‍યું છે ઉપરોક્‍ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:38 PM IST)