<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાએ માતાના મઢના કર્યા દર્શન: વહેલી પરોઢે મા આશાપુરાને ચરણે ટેકવ્યું શિશ

દર વર્ષે કચ્છમાં કુળદેવી મા આશાપુરાના દર્શન કરવાની ટેક : પદયાત્રા પણ કરી ચૂક્યા છે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩ : જાણીતા ભારતીય ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજા આજે કચ્છમાં માતાના મઢ પહોંચ્યા હતા. જાણવા મળતી વિગતો મુજબ વહેલી પરોઢે ૪/૩૦ વાગ્યે એમણે મા આશાપુરાના ચરણે શિશ ઝુકાવ્યું હતું. દર વર્ષે સમયાનુસાર તેઓ કુળદેવી મા આશાપુરાના દર્શને અચૂક કચ્છ આવે જ છે. આઈપીએલ મેચની આજે પૂર્ણાહુતિ વચ્ચે તેમણે કચ્છમાં માતાના મઢ દર્શન કર્યા હતા. આશાપુરા માતાજી પ્રત્યેની અનન્ય શ્રદ્ધાના કારણે તેમણે અગાઉ જામનગરથી માતાના મઢ સુધી પદયાત્રા પણ કરી હતી. ગયા વર્ષે તેઓ તેમના ધારાસભ્ય પત્ની રિવાબા જાડેજા સાથે માતાના મઢ મંદિરે આવ્યા હતા. તે સમયે તેમણે મંગળા આરતીમાં અન્ય ભાવિકો સાથે સામાન્ય ભક્તની જેમ જ મા આશાપુરાના દર્શન કર્યા હતા.

(1:44 PM IST)