News of Tuesday, 3rd June 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતની વણઝાર :અલગ અલગ 4 અકસ્માતમાં ગર્ભવતી મહિલા, ખેડુત અને યુવાનનું મોત
વઢવાણ, સુરેન્દ્રનગર બી ડીવીઝન, મુળી અને થાન પોલીસે નોંધાયેલા અકસ્માતમાં ગર્ભવતી મહિલા, ખેડુત અને યુવાનનું મોત થયું જ્યારે મહિલાના પતિ અને 2 બાળકીઓને ઈજા

સુરેન્દ્રનગર જિલ્લામાં અક્સમાતની વણઝાર સર્જાઈ છે, વઢવાણ, સુરેન્દ્રનગર બી ડીવીઝન, મુળી અને થાન પોલીસે નોંધાયેલા અકસ્માતના 4 બનાવમાં ગર્ભવતી મહિલા, ખેડુત અને યુવાનનું મોત થયું છે. જ્યારે મહિલાના પતિ અને 2 બાળકીઓને ઈજા પહોંચી છે.
મળતી માહિતી મુજબ, વઢવાણ તાલુકાના બલદાણા ગામના ખેતરે જતા 40 વર્ષીય યુવકને નેશનલ હાઈવે પર એક ક્રેટા કારના ચાલકે અડફેટે લીધા હતા. જેમાં યુવકને માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલ દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
સુરેન્દ્રનગરના નકલંકપરામાં રહેતા એક 37 વર્ષીય યુવક તેમની સગર્ભા પત્ની અને પુત્રી સાથે ઉપાસના સર્કલ પાસેથી એકટીવા પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે એકટીવાને પાછળથી એક ટ્રકે ટક્કર મારતા ચારેય નીચે પટકાયા હતા. જેમાં ચારેયને સારવાર માટે ગાંધી હોસ્પીટલ લઈ જવાયા હતા. આ ઘટનામાં ગોપાલભાઈ, ભાવિકા અને ખુશીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે ગંભીર ઈજા થવાથી મીનાબેનને ડોકટરોએ મૃત જાહેર કર્યા હતા.
મુળીના કોળીપરામાં રહેતા એક યુવક સુરેન્દ્રનગર રોડ પર બાઈક લઈને જતા હતા. ત્યારે ગૌતમગઢ ડેમના પાટીયાથી આગળ એક કાર ચાલકે બીજી કારને ઓવરટેક કરવા જતા કાર અથડાવી હતી અને બાઈકને પાછળથી ઠોકર મારી હતી. જેમાં બીજી કાર રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ હતી. ઈમરાનભાઈને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જતા ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
એક યુવક થાન-તરણેતર રોડે પસાર થતા હતા. ત્યારે કાનપરના પાટીયા પાસે એક યુટીલિટીચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી. જેમાં શીશપાલસીંહને માથા તથા શરીરના ભાગે ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
